Gujarat

‘દૃશ્યમ’ ફીલ્મ જેવી ઘટના રાજકોટ મા બની ! પત્ની ના પતિએ ભાઈ સાથે મળી પાઈપના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો, લાશ ઢોર બાંધવાના વાડામાં દાટી દીધી

હાલમાં જ એવા અનેક હત્યાના બનાવો સામે આવી રહ્યાં છે,જેમાં આરોપીઑએ ફિલ્મી ઢબે હત્યા કરી હોય છે. હાલમાં જ એક પ્રેમિકાએ પોતાના પ્રેમીની દ્રશ્યમ ફિલ્મની ઢબે જ હત્યા કરી અને એવી જગ્યાએ લાશ છુપાવી દીધી કે જાણીને તમારું પણ હૈયું કંપી જશે.હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીનો ૨૩ વર્ષનો પુત્ર ગૌતમ તા 14-11-2022થી ભેદી સંજોગોમાં લાપત્તા થયો હતો. જેની પડધરી પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી.

ગુમસુદા યુવાનની ભાળ મેળવવા પડધરીના PSI એમ.એચ. યાદવ સહિતના સ્ટાફે તેની કોલ ડિટેઇલ પર તપાસ શરૂ કરી હતી અને સૌથી ખાસ વાત એ છે કે, 14 દિવસ પહેલા બનેલી આ ઘટનાનો પોલીસે કોલ ડિટેઇલના આધારે ભેદ ઉકેલી નાખ્યો છે. આ હત્યા પાછળનો ભેદ જાણીને તમે પણ હચમચી જશો. તરઘડી ગામમાં રહેતા અને છૂટક મજૂરી કરતા ગૌતમ ગોહેલ નામના યુવકની ગામમાં જ રહેતી પરિણીતા મધુ સાથે આંખ મળી ગઈ હતી. બાદમાં બન્ને ભાગી ગયા હતા, પરંતુ થોડા સમય બાદ બન્ને પરત પણ આવી ગયા હતા.

આ મહિલાના પતિને મૃતક યુવક પર ખાર ચડ્યો હતો અને ભાઈ સાથે મળી પૂર્વયોજીત કાવતરું ઘડ્યું હતું. મધુએ ફોન કરી પ્રેમી ગૌતમને ગવરીદળ ગામે મળવા બોલાવ્યો હતો.બાદમાં મધુના પતિ શૈલેષ અને તેના ભાઈ સાગરે પાઈપના ઘા મારી ગૌતમની હત્યા કરી હતી. બાદમાં લાશને પોતાના જ ઢોર બાંધવાના વાડામાં દાટી દીધી હતી. કોલ ડિટેઇલ પરથી પોલીસને મહત્વની કડી મળી હતી. જેમાં ગૌતમને છેલ્લો ફોન કુવાડવા રહેતી મધુ ગોહેલનો આવ્યો હતો. પોલીસે મધુ ગોહેલની અટકાયત કરી આગવી ઢબે પૂછપરછ કરતા જે સ્થળે દાટી હતી તે બતાવ્યું હતું. પોલીસે લાશનો કબ્જો મેળવી આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસનો શરૂ કરી છે.

ગૌતમના મૃતદેહને બન્ને શખ્સોએ ઢોર બાંધવાના વાડામાં જેસીબીની મદદથી ખાડો કરી લાશ દાટી દીધી હતી અને જાણે કશું જ બન્યું ન હોય તે રીતે બન્ને આરોપી વર્તન કરવા લાગ્યા હતા.ગૌતમ ગોહેલને આરોપી શૈલેષ ઝાપડાની પત્ની સાથે પ્રેમ સબંધ હોય બન્ને 2020માં ભાગી ગયા હતા. ત્યારબાદ બન્ને પરત પણ આવી ગયા હતા. જેનો ખાર રાખીને ગૌતમનું પૂર્વયોજિત કાવતરું યોજી હત્યાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.પડધરીના તરઘડી ગામે રહેતો મૃતક યુવક ગૌતમ ગોહેલ બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને છૂટક મજુરી કામ કરી પરિવારનું ભરણ-પોષણ કરતો હતો પણ આખરે પ્રેમએ તેનો જીવ લીધો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!