દેશી યુવાન ને લોટરી લાગી ! સાત સમુંદર પાર કરી ભુરી આવી અને રીત રીવાજો થી લગ્ન કર્યાં….જુઓ તસવીરો
આ જગતમાં કહેવાય છે કે પ્રેમ જાતિ, ધર્મ, ઉંચી-નીચ, ઉંચાઈ, રંગ, દેશ, સંસ્કૃતિ જોતો નથી. પ્રેમ કોઈને પણ, ગમે ત્યારે, ગમે ત્યાં થાય છે. પ્રેમ એ બે આત્માનો સંબંધ છે. જ્યાં મન મળે છે, હૃદય મળે છે, તે પ્રેમ બની જાય છે. પ્રેમની સૌથી સુંદર વાત એ છે કે તે ભગવાનની જેમ શાશ્વત છે. પ્રેમનો કોઈ અંત નથી. પ્રેમ અનંત છે. આજે અમે આપને એક એવી પ્રેમ કહાની વિશે જણાવીશું.
બેલ્જિયમની યુવતીને એજ ડ્રાઇવર સાથે પ્રેમ થઈ ગયો અને આ બંનેએ પ્રભુતામાં પગલાં પણ પાડી લીધા.27 વર્ષની કેમિલીન એક સામાજિક કાર્યકર છે અને 30 વર્ષીય અનંત રાજુ ડ્રાઈવર છે. કેમિલી અને રાજુ ચાર વર્ષથી એકબીજાને ઓળખે છે. બંનેની મુલાકાત કર્ણાટકના હમ્પીમાં થઈ હતી. કેમિલ લગભગ ચાર વર્ષ પહેલા તેના પરિવાર સાથે ભારતની મુલાકાતે આવી હતી. આ દરમિયાન તેમણે હમ્પીની મુલાકાત પણ લીધી હતી. અહીં જ કેમિલીની મુલાકાત રાજુ સાથે થઈ.
જ્યારે કેમિલી તેના પરિવાર સાથે હમ્પી પહોંચી ત્યારે અનંત રાજુએ તેને ઘણી મદદ કરી.રાજુનું દિલ પણ આ વિદેશી યુવતી પર આવી ગયું અને બંને વચ્ચે સંબંધ બંધાયો. કેમિલી અને રાજુ વચ્ચેનો એ સંબંધ હવે અતૂટ સંબંધમાં ફેરવાઈ ગયો છે. બંને લગભગ ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને હવે બંનેએ લગ્ન કરી લીધા છે. બંને ત્રણ વર્ષ પહેલા લગ્ન કરવાના હતા પરંતુ કોરોના રોગચાળાને કારણે તે થઈ શક્યું ન હતું.
લગભગ ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ કેમિલ અને અનંત હવે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ વિરુપક્ષ મંદિરમાં સાત ફેરા લીધા. હિંદુ ધર્મ અનુસાર બંનેએ 25 નવેમ્બર શુક્રવારે લગ્ન કર્યા હતા અને હાલમાં આ લગ્નની તસ્વીરો સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. કહેવાય છે જે જોડી તો ઉપરથી નક્કી થઈને જ આવે છે બસ લગ્ન અહીંયા આવીને થાય છે.