રાજકોટમાં સોની યુવકે ન્યારી-2 ડેમમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું ! કારણ જાણી તમને માથું પકડી લેશો……
આમ તો જો રાજ્યમાં વાત કરવામાં આવે તો રોજના અનેક આત્મહત્યાના કિસ્સાઓ બની રહ્યા છે જેમાં કોઈને કોઈ વ્યક્તિ પોતાની મુશ્કેલી અથવા ડિપ્રેશનને લીધે પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે અથવા તો કોઈ પ્રેમપ્રકરણને લીધે મૌતને વ્હાલું કરી લેતા હોય છે. એવામાં રાજકોટ શહેરમાંથી આત્મહત્યાની આ ઘટના સામે આવી છે જેમાં સોની યુવકે ન્યારી-2 ડેમમાં કૂદીને પોતાના શ્વાશ થંભાવી લીધા હતા. આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.
જણાવી દઈએ કે રાજકોટના પડઘરી તાલુકાના રંગપર ગામ નજીક આવેલ હનુમાનધારા પાસે આવેલ ન્યારી-2 ડેમમાંથી ગતકાલે સવારે આ સોની યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, મૃતદેહ મળી આવતા ફક્ત ગણતરીના સમયમાં જ પોલીસ ડેમે દોડી ગઈ હતી અને મૃતદેહને કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ડેમ પાસે મૃતકનો મોબાઈલ ફોન અને બાઈક મળી આવતા તેના પરથી પોલીસે મૃતકની ઇન્ફોર્મેશન કાઢી હતી અને પરિવાર સુધી આ ખબર પોહચાડી હતી.
જાણવા મળ્યું છે કે મૃતક યુવકનું નામ કિશન રમેશભાઈ મોડાસરા(ઉ.વ.29) હતું જે શહેરના રૈયા રોડ પર રામાપીર ચોકડી નજીક આવેલ મિલેનિયમ હાઈટ્સ પાસે આવેલ શાંતિનગરમાં રહેતો હતો. પ્રાથમિક તપાસ દ્વારા એવું સામે આવ્યું છે કે સોની યુવક પર દેવું વધી જતા તેણે અંતે મૌતને વ્હાલું કરવાનું જ સાચ્ચું સમજ્યું હતું. મૃતક કિશન પાસે ત્રણ ક્રેડિટ કાર્ડ હતા જેના પર તે ખરીદી કરતો હતો આથી તેના પર એક લાખ રૂપિયાનુ દેવું થઇ ચૂક્યું હતું, એવામાં આ દેવું દરજીકામ કરતા પિતાએ ત્રણ માસ અગાઉ જ ચૂકતે કરી દીધું હતું પરંતુ ફરી એક વખત ખરીદીના રવાડે ચડી ગયો હતો.
મૃતક સોની યુવકે આ ત્રણેય ક્રેડિટ કાર્ડ શરૂ રાખતા ફરી એક વખત તેના પર દેવું થઇ ચૂક્યું હતું, જે પછી આ દેવું ચૂકતે કરવા માટે લેણદારોના રોજ ફોન આવતા પણ આ યુવક હવે દેવું ભરી શકે તેવી હાલતમાં ન હોવાને લીધે તેણે અંતે પોતાના દેવાથી કંટાળીને આત્મહત્યા જ કરી લીધી.મૃતક કિશનના લગ્ન હજી 4 વર્ષ અગાઉ પૂજા નામની યુવતી સાથે થયા હતા. કિશન સાડીની દુકાનમાં નોકરી કરતો હતો, એવામાં શનિવારના રોજ મોડી સાંજ થઇ છતાં કિશન ઘરે ન આવતા પરિવારજનોએ પોલીસ મથકમાં ગુમશુદા નોંધ લખાવી હતી, જે પછી પોલીસે કિશનને શોધી કાઢ્યો હતો પણ મૃત હાલતમાં.
હાલ પોલીસે આ મૃતદેહને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દીધો છે અને આગળની તપાસ હાથ ધરી છે. આ પેહલો એવો કિસ્સો નથી આની પહેલા પણ રાજકોટ શહેરમાંથી અનેક એવા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે જેમાં ક્યાંતો વ્યાજખોરોના ત્રાસથી ક્યાંતો પોતાના દેવા વધી જવાની ચિંતાથી કોઈ વ્યક્તિ આપઘાત કરી લે.