પુરુષો માટે ચેતવણીરુપ કિસ્સો ! વેપારીને એક કોલ આવ્યો અને 17 લાખ રુપીઆ ગુમાવ્યા…જાણો કેવી રીતે
હાલના સમયમાં સોશિયલ મીડિયાના વધતા વ્યાપને લીધે છે છેતરપિંડીની ઘટનામાં સતતને સતત વધારો થતો જઈ રહ્યો છે. તમે સોશિયલ મીડિયાના દરેક માધ્યમમાં જોયું જ હશે કે ઘણી એવી યુવતી કોઈ પોસ્ટની કમેન્ટમાં આવીને પોતાનો નંબર આપતી હોય છે અથવા તો પોતાની ફેક આઈડી બનાવીને લોકોને પોતાના જાળમાં ફસાવીને પૈસા પડાવાનું કાર્ય કરતી હોય છે. એવામાં અરવલ્લી જિલ્લામાંથી આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક ગેંગે શહેરના વેપારી પાસેથી 17 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
જણાવી દઈએ કે આ પુરી ઘટના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાંથી દોઢ મહિના પેહલા સામે આવી હતી જેમાં એક યુવતીએ અહીંના વેપારીને વિડીયો કોલ કરી અને અચાનક જ આપત્તીજનક સ્થિતિમાં આવી વિડીયો બનાવી લીધો હતો. આ વિડીયોનો ઉપયોગ કરીને જ યુવતીએ તેની ગેંગ સાથે મળીને આ વેપારી ધમકાવ્યો હતો અને જો તે પૈસા નહીં આપે તો તેનો આ વિડીયો વાયરલ કરી દેવાની ચમિકી આપીને 17 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ ધમકીથી કંટાળીને વેપારીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી પરંતુ દોઢ મહિના થઇ ગયા હોવા છતાં આ કેસ ઉકેલાયો નથી.
બાયડામાં રહેતા વેપારી યુવકને દિવાળી પેહલા એક યુવતીનો વિડીયો કોલ આવ્યો હતો, જેમાં તે અચાનક જ નગ્ન થઇ ગઈ હતી અને વિડીયો બનાવી લીધો હતો.આવું કર્યા બાદ યુવતીએ તરત જ વિડીયો કોલ કટ કરી નાખ્યો અને પછી તેણે પોતાની ગેંગ સાથે મળીને વેપારીને ધાક ધમકી આપવાની શરૂઆત કરી અને કહ્યું કે જો તે પૈસા નહીં આપે તો તેનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરી દેવામાં આવશે, આ વાતથી ડરીને વેપારીએ મોં માંગ્યા રૂપિયા યુવતીને આપી દીધા હતા.
જે બાદ આ વેપારીએ અરવલ્લી એસઓજીમાં આ અંગેની ફરિયાદ કરી અને ગાંધીનગર સાયબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ કરી હતી, પરંતુ હજી વિડીયો કોલ કરનાર આ ગેંગને ઝડપમાં આવી શક્યા નથી. જિલ્લામાં આ સાઇબર ક્રાઇમના ઓછા સ્ટેશન હોવાને લીધે જિલ્લામાંથી વારંવાર આ પ્રકારની છેતરપિંડીની ઘટનાઓ આવી રહી છે. આવી ઘટનાઓમાં છેતરપિંડી કરનાર ગેંગ સોશિયલ મીડિયાના કોઈ માધ્યમ માંથી નંબર પ્રાપ્ત કરીને લોકોને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવતી હોય છે.