ઓપરેશન કરતા વૃદ્ધના પેટ માથી એવી વસ્તુ નીકળી કે જોઈ ડોક્ટર એ પણ માથું પકડી લીધું ! જુઓ શુ છે.
આપણે જાણીએ છે કે, અવારનવાર સોશિયલ મીડિયામાં ચોંકાવનાર તબીબી કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. હાલમાં જ એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કર્ણાટકના બાગલકોટમાં એક વ્યક્તિના પેટમાંથી એવી વસ્તુઓ નીકળી કે ડોક્ટર પણ જોઈને ચોંકી ગઈ હતી.આ ઘટના અંગે અમે આપને સંપૂર્ણ માહિતી જણાવી કે આખરે આ વ્યક્તિના પેટમાંથી એવી તે શું વસ્તુઓ નીકળી છે.
આ ઘટના અંગે વિગતવાર જાણીએ તો 58 વર્ષના દયમપ્પા રાયચૂર જિલ્લાના લિંગસુગુર શહેરના રહેવાસી છે. શનિવારે 26 નવેમ્બરે દયમપ્પાએ પેટમાં દુખાવો થતો તેમનો પુત્ર રવિ કુમાર તેમને બાગલકોટની હોસ્પિટલ લઈ ગયો. ડોક્ટરોએ લક્ષણોના આધારે એક્સ-રે અને એન્ડોસ્કોપી કરી.દર્દીના એબ્ડોમિનલ સ્કેનમાં જાણકારી મળી કે તેમના પેટમાં 1.2 કિલોગ્રામના સિક્કા જોવા મળ્યા હતા.
ડોકટરોએ સર્જરી કરી તો પપેટમાંથી 187 સિક્કા નીકળ્યા હતા. આ સિક્કાઓમાં 5 રૂપિયાના 56 સિક્કા, 2 રૂપિયાના 51 સિક્કા અને 1 રૂપિયાના 80 સિક્કા હતા કુલ 462 રૂપિયાની કિંમતના 187 સિક્કા આધેડ ગળી ગયા હતા. ડોક્ટરોએ જણાવ્યુ કે આ વ્યક્તિને સિજોફ્રેનિયા નામની બીમારી છે. સિજોફ્રેનિયાના મુખ્ય લક્ષણ વહેમ અને ભ્રમ હોય છે પરંતુ આ સિવાય પણ અમુક લક્ષણ હોઈ શકે છે. જે સિજોફ્રેનિયાના સ્ટેજ પર નક્કી કરે છે. આ એક માનસિક રોગ છે. જેમાં દર્દીના વિચાર અને અનુભવ હકીકત સાથે મેળ ખાતા નથી.
આ અતિ ગંભીર ગણાતું ઑપરેશન ડૉ. ઈશ્વર કલાબુર્ગી, ડૉ. પ્રકાશ કટ્ટીમાની, ડૉ. અર્ચના, ડૉ. રૂપા હુલાકુંડે દ્વારા વ્યાવસાયિક રીતે કરવામાં આવ્યું હતું. જો કે વૃદ્ધે આ સિક્કા શા માટે ગળ્યા તે અંગે તબીબ સાચો જવાબ આપી શક્યા ન હતા, પરંતુ પરિવારજનોએ જણાવ્યું હતું કે વૃદ્ધાએ આ સિક્કા ગળી જઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.