રાજકોટમાં પરણીતાએ એવી નજીવી બાબતે ગળોફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું, પતિ કહ્યું હતું કે, સાંજે જમવા….
હાલમાં જ રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોળી જ્ઞાતિની પરણીતાએ નજીવી બાબતે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે, રેલનગર મહર્ષિ દયાનંદ સરસ્વતિ ટાઉનશીપમાં રહેતી રસિલાબેન નરેશભાઇ કેડીયાએ સાંજે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ પરંતુ ડોક્ટરે મૃત જાહેર કરતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ ઘટના અંગે જાણ થતાં જ પ્ર.નગરના પીએઅસાઇ કે. એસ. ભગોરા અને તોરલબેને જરૂરી કાર્યવાહી કરી હતી. સાંજે પતિએ મને ફોન કરીને ‘જમવાનું શું બનાવું?’ તેમ પુછતાં મેં તેને છોકરાઓને જે ભાવે તેમ બનાવો તેમ કહેતાં મહિલાએ ફોન કટ કરી નાંખ્યો હતો. એ પછી મેં ફરી ફોન જોડતાં રિસીવ થયો નહોતો. ત્યાં દિકરી શાળાએથી આવી ત્યારે દરવાજાનું ઇન્ટર લોક બંધ હોઇ મને જાણ થતાં મેં ઘરે પહોંચી બીજી ચાવીથી તાળુ ખોલીને જોતાં હોલમાં જ પત્નિ લટકતી મળતાં તુરત નીચે ઉતારી હોસ્પિટલે ખસેડી હતી.તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો મૃતક રસિલાબેનના પ્રથમ પતિથી છૂટાછેડા થઇ ગયા હતાં અને પહેલા પતિથી તેમને સંતાનમાં એક આઠ વર્ષની દિકરી છે.ખાસ વાત એ છે કે, તેમના માવતર દૂધની ડેરી પાસે રહે છે.દસ મહિના પહેલા જ તેણીના નરેશભાઇ કેડીયા સાથે બીજા લગ્ન થયા હતાં.નરેશભાઇના પ્રથમ પત્નિ શીતલબેનનું કોરોનામાં અવસાન થયું હતું અને તેમને નદિકરો-દિકરી છે.
દીકરો અને દીકરીને માનો પ્રેમ મળી રહે તે માટે થઈને નરેશભાઈએ રસિલાબેન સાથે લગ્ન કરેલ હતા અને મોતના બમાવ પહેલા જ નરેશભાઈ રસિલાબેનની સાથે માવતરને ત્યાં આટો મારવા ગયા હતાં અને ધાબળા સહિતની ચીજવસ્તુ પત્નિએ ત્યાંથી લીધી હતી પરંતુ અચાનક આવું પગલું શા માટે ભર્યું એ રહસ્યમય છે. હાલમાં તો પોલીસે આ ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે.