આ મહારાજા એ પોતાના અપમાન નો બદલો એવી રીતે લીધો હતો કે લોકો ને આજે પણ ભુલ્યા નથી. દુનીયા ની સૌથી મોંઘી કાર ને
ઇતિહાસના પન્ને એવા કિસ્સાઓ લખાયેલા છે કે, જેને કોઈ ભૂલી નહીં શકે. આજે આપણે એક એવી જ ઘટના વિશે વાત કરવાની છે.વાત જાણે એમ છે કે, એક મહારાજાએ પોતાના અપમાન નો બદલો એવી રીતે લીધો હતો કે લોકો આજે પણ ભૂલી નથી શક્યા. આમ પણ કહેવાય છે ને કે, અપમાન માણસથી સહન ન થાય એ પછી સામાન્ય માણસ હોય કે રાજા મહારાજા હોય.
આ વાત છે ઈ.સ.૧૯૨૦ની.રાજસ્થાનના અલવાર જીલ્લાનો રાજા જયસિંહ પ્રભાકર. તેમને અવનવી કારોનો ખુબ જ શોખ હતો. એક સમયે રાજા લંડન ફરવા ગયા ત્યારે એક સામાન્ય વ્યક્તિનાં પહેરવેશમાં તેઓ લકઝરીયસ કારના શોરૂમમાં ગયા.
જ્યારે તેમને કાર ખરીદવાની ઈચ્છા કરી તો સેલ્સમેને તેમનું અપમાન કર્યું અને શોરૂમમાંથી બહાર કાઢી નાંખ્યા હતા.
આવા વર્તનથી રાજાને ગુસ્સો આવ્યો અને તેમણે આ અપમાનનો બદલો એવી રીતે લેવાનું નક્કી કર્યું કે ભવિષ્યમાં પણ લોકો આ અપમાનનો બદલો ભૂલી ન શકે.. મહારાજા જયસિંહ પ્રભાકર ફરીથી શોરૂમમાં તેના મહારાજાના ડ્રેસ પહેરીને ગયા. પહેલેથી જ શોરૂમમાં જાણ કરવામાં આવી કે, અલવરના મહારાજા આ શોરૂમમાંથી કાર ખરીદવા માટે આવી રહ્યા છે અને શોરૂમ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
રાજા એ શોરૂમમાંથી રાખેલ બધી જ કાર ખરીદી લીધી. ભારતમાં આવતાની સાથે જ મહારાજા જયસિંહે આ તમામ વાહનો પાલિકાને આપ્યા અને તેમને આદેશ આપ્યો કે આજથી આ તમામ કાર શહેરનો તમામ કચરો ઉપાડવા માટે ઉપયોગમાં લેવાશે. રાજાના આદેશ બાદ વિશ્વભરમાં વૈભવી કારની વેલ્યુ ઘટવા લાગી. આ કારણે કંપનીના માલિકે રાજાને માંફી પત્ર મોકલ્યો.
કંપનીએ સાથે તેમણે વિનંતી પણ કરી કે વૈભવી કાર કંપનીના વાહનોમાંથી કચરો ઉપાડવાનું કામ બંધ કરવામાં આવ્યું અને આખરે રાજા એ જે અપમાન કર્યું એનો બદલો આજે પણ યાદ કરવામાં આવે છે. રાજા એ કોઈપણ વ્યક્તિનું અપમાન કર્યા વગર પોતાના અપમાનનો બદલો લીધો. આજ કારણે ભારતમાં આજે પણ આ વાતને યાદ કરવામાં આવે છે.