અમદાવાદ પોલીસ નો સપાટો ! એક મહીના મા 226થી વધુ આરોપી અને અધધ… દારુ ઝડપી લીધો…જાણો વિગતે
આપણે જાણીએ છે કે, વિદ્યાસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે , ત્યારે દરેક જગ્યાએ દારૂની હેરફેરને રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. હાલમાં જ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે 770 બોટલ દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. તાત્કાલિક જ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો બાતમીના આધારે રાજૂ આઇદાસાણી નામના આરોપીની ઝડપી પાડેલ. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ આરોપી પાસેથી અલગ-અલગ કંપનીની ઇંગ્લિશ દારૂની 740 બોટલ તથા બિયરના 30 ટીન મળી આવ્યા હતા. દારૂ, ગાડી સહિતનો મુદ્દા માલ કબજે કર્યો છે તથા અન્ય વોન્ટેડ આરોપીઓની શોધખોળ પણ હાથ ધરી છે. અન્ય સાગરીતો ઇંગ્લિશ દારૂનો વેપાર કરતા હોવાનું હાલ જાણવા મળ્યું છે. આરોપી અગાઉ નરોડા અને સરદારનગરના પ્રોહીબિશનના ગુનામાં પકડાયેલો છે.
અસામાજિક પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓ ચૂંટણીમાં કોઈ દખલગીરી ના કરે તે માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓ, પેરોલ જમ્પ તથા તડીપાર આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી 226 જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા છે.
3 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. ટીમો બનાવી જુદા જુદા જિલ્લાઓ તથા રાજ્ય બહાર આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી ચાલી રહી હતી. આ સંદર્ભે અમદાવાદ શહેર પોલીસે નાસ્તા ફરતા 96 આરોપી, 20 પેરોલ જમ્પ, 110 તડીપાર મળીને કુલ 226થી વધુ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તમામ આરોપીઓને પોલીસે પકડીને જેલના હવાલે કર્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.