બર્થ ડે પાર્ટી માથી પરત ફરી રહેલા પટેલ યુવાન ને કાળ આંબી ગયો ! વહેલી સવારે એવી ઘટના બની કે…
હાલ ના સમય મા રાજ્ય મા અકસ્માત ની ઘટનાઓ મા સતત વધારો થતો જાઈ છે રાજ્ય મા બેફામ વાહનો ચાલકો ના લીધે કૉઈ ને કોઈ નિર્દોષ ને જીવ ગુમાવવા નો વારો આવતો હોય છે ત્યારે ફરી રાજકોટ મા એક ગંભીર અકસ્માત થતા મયુરનગરના પટેલ યુવાનનું મોત નીપજ્યું હતું આ ઉપરાંત અન્ય ત્રણ મિત્રો ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ એ ખસેડવા મા આવ્યો હતા.
ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા ઉમિયા ચોકમાં આજે વહેલી સવારે પોણા ચારેક વાગ્યે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમા એક એસનટ કાર પલટી ખાઈ ખાઈ ગઈ હતી જતા તેમાં બેઠેલા કારચાલક પ્રતીક મનસુખભાઈ કરકર(પટેલ)(ઉ.વ.30)(રહે.મયુરનગર-1,એસ્ટ્રોન સોસાયટી પાછળ)ને ગંભીર ઇજા થતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ મિત્રો રાજેશ દલસુખભાઈ વાઘેલા (ઉ.વ.24) (રહે.પુસ્કરધામ.રોડ),શનિભાઈ સોલંકી અને અન્ય એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટના ની જાણ થતા માલવીયા પોલીસ મથકનો સ્ટાફ એએસઆઈ વનિતાબેન બોરીચા સ્ટાફ સાથે સિવિલ હોસ્પિટલે પહોંચી ગયો હતો. જ્યારે ઘટના અંગે ભોગ બનનાર પરીવાર ને જાણ કરાતા તાત્કાલિક તેમના પરીવારજનો પહોંચી ગયા હતા જ્યારે મૃતક પ્રતિક મનસુખભાઈ કરકર નુ મોત થતા પરીવાર મા ગમગીની છવાઈ ગઈ હતી જ્યારે પરીવાર પાસે થી જાણવા મળેલ કે.
પ્રતિક કલરકામ નો કોન્ટ્રાક્ટર હતો અને પોતે પરણીત છે. જ્યારે ગઈકાલે પોતાના મિત્રો સાથે ગોંડલમાં મિત્રના પુત્રના બર્થ ડે પાર્ટીની ઉજવણી માટે ગયા હતા જ્યારે આજે વહેલી સવારે રાજકોટ પરત ફરતા હતા ત્યારે ઉમિયા ચોક નજીક ચાલક પ્રતિકે કારના સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા એસેન્ટ કાર ચાર ગોથા ખાઈ ગઈ હતી જેમા તેનું કમકમાટીભર્યુ મોત થયું હતું જ્યારે આ ઘટના મા અન્ય ત્રણ લોકો ને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમા રાજેશ નામના યુવાન ની હાલત હાલ વધુ ગંભીર જણાઈ રહી છે જે હાલ સારવાર હેઠળ છે.