અમેરીકા મા વધુ એક પટેલ યુવાનની ધડાધડ ગોળી-ઓ મારી હત્યા કરાઈ ! યુવાન મુળ ગુજરાત ના આ ગામનો વતની હતો..
વિદેશમાં વસતા ગુજરાતીઓની હત્યાઓના બનાવ દિવસેને દિવસે વધુ વધી રહ્યા છે. આપણે જાણીએ છે કે, અનેકવાર લૂંટના ઇરાદે હત્યા કરી નાખવામાં આવે છે. આવો જ બનાવ ફરી બનતા મૂળ કડીના પટેલ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. તમે આ ઘટના અંગે જાણશો તો તમારું હૈયું પણ કંપી જશે. ખરેખર આ બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે અને જ્યારે આ વીડિયો તમે જોશો તો તમારું હૈયું પણ કંપી જશે.
આ બનાવ અંગે અમે આપને વિગતવાર માહિતી આપીએ તોકડી તાલુકાના ઊંટવા ગામનો વિશાલ પ્રવીણભાઈ પટેલ પોતાની પત્ની અને માતા-પિતા સાથે પુરો પરિવાર છેલ્લા 10 વર્ષથી અમેરિકામા રહે છે અને અમેરિકાના નેસવીલના ટેનિસિમાં યુવક પોતાનો સ્ટોર ધરાવે છે. વિશાલ સાંજના સમયે પોતાના સ્ટોર ઉપર હાજર હતો અને બે શખ્સો સ્ટોરની અંદર આવી પહોંચ્યા હતા અને વિશાલ કંઈ જ બોલે તે પહેલા તેના પર ફાયરિંગ કર્યું હતું.
આ બનાવ દરમિયાન વિશાલને એક ગોળી છાતીના ભાગે તેમ જ એક ગોળી માથાના ભાગે વાગતા નીચે ઢળી પડ્યો હતો અને સ્ટોરની અંદર જ તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સ્ટોરની અંદર લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ દુઃખદાયી ઘટના અંગે મૃતકના પરિવારજનોએ કહ્યું હતું કે,આશરે સાંજના પાંચથી છ વાગ્યાના અરસામાં બે શખ્સો વિશાલના સ્ટોર ઉપર આવી પહોંચ્યા હતા અને કંઈ જ બોલ્યા વગર વિશાલને બંદૂકની બે ગોળીઓ મારી હતી. ગુજરાતીઓ ઉપર વારંવાર આવા બનાવો બની રહ્યા છે, તો અમેરિકામાં વસવાટ કરતા ગુજરાતીઓ સાવધાન રહે.
આ ઘટનાના કારણે વિશાલનો પરિવાર નોંધારો થઈ ગયો છે તેમજ આ ઘટનાને પગલે કડી તાલુકાના ઊંટવા ગામના વિશાલ પટેલની હત્યા કરી નાખવામાં આવતા ગામની અંદર શોકનો માહોલ છવાયો છે. આવી જ ઘટના નવસારીના મૂળ જલાલપુર તાલુકાના વડોલી ગામના અને હાલ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રહેતા 32 વર્ષીય જનક પટેલ સાથે બની હતી. ઓકલેન્ડ ખાતે આવેલી એક દુકાનમાં બે દિવસ અગાઉ લૂંટારાઓ ત્રાટક્યા હતા.પત્નીની નજર સામે જ જનક પટેલને ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો.