Gujarat

કરોડપતિ બીઝનેસમેન નો અનોખો ગૌ પ્રેમ, પોતાની માતા ની જેમ સાચવે છે ગાયોને

ઘણા લોકો ગાયો ને માતા માને છે પણ ખરા અર્થ મા અમદાવાદ ના એક કરોડપતિ બીઝનેસમેન એ આ વાત ને સાર્થક કરી ને બતાવી છે. સામાન્ય રીતે ગાય ઓ બજાર મા રઝળતી જોવા મળે છે પરંતુ આ કરોડપતિ બીઝનેસમેન વિજય પરસાણા એવી રીતે ગાયો ને સાચવે છે કે જાણી તમે પણ સલામ કરશો.

વિજયભાઈ પરસાણા અમદાવાદ ના રહેવાસી છે જે અનેક ગાયો ને સાચવે છે અને ગાયો ને પોતોના બંગલો મા જ રાખે છે તેવો ગાયો ને સાચવવા કોઈ કમી રાખતા નથી પોતોના સંતાનો ને એક પીતા જેમ સાચવે તેમ તેવો ગાયો ને સાચવે છે. તેવો નુ કહેવુ છે કે તેવો ગાય ને જ દેવી માને છે. અને ગાયો સાથે જ તેમની સવાર થી માંડી રાત પડે જે છે તેવો આખો દિવસ ગાયો સાથે વિતાવે છે.

વિજય પરસાણા ની વાત કરીએ તો તેઓ અમદાવાદ મા 22 જીમ ની શ્રખલા ચલાવાતા હતા અને એક સફળ બિઝનેસમેન હતા. પણ હવે તે ગૌ પ્રેમી વિજયભાઈ તરીકે ઓળખાય છે. વિજયભાઈ નો ગૌ પ્રેમ એટલો છે કે તેમનો આખો દીવસ ગૌ સેવા મા જ પસાર થય જાય છે અને એક ગાય તો એમની એટલી પ્રિય છે કે તે તેમની સાથે જીમ પણ જાય બજાર મા પણ જાય અને ટીપ પણ જોવે એ ગાય નુ નામ રાધા જી છે.આવો અનોખો ગૌ પ્રેમ ખરેખર ધન્યવાદ ને પાત્ર છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!