Gujarat

માનવાત: લાખો રુપીયા ની નોકરી છોડી એન્જિનીયર રોહિતસિંહ અબોલ પશુ ઓ ની સેવા કરે છે

માનવતાની થી મોટો કોઈ ધર્મ નથી હોતો! લોકો માણસ થી વિશેષ લોકો પશુ પ્રત્યે પણ એટલી જ દયા દાખવે છે, ત્યારે
આજે આપણે એવા સેવકની વાત કરવાની છે જેને સેવા ખાતર પોતાની લાખો રૂપિયાની નોકરીને છોડીને પશુની સેવા ખાતર પોતાનું જીવન પસાર કર્યું. ચાલો જાણીએ કે આખરે હકીકત શુ છે.

 

પોરબંદરના મીલપરા વિસ્તારમાં મહારાણા મિલ ખાતે “બાપુ ગૌશાળા” આવેલી છે જો કે,અહી ન માત્ર ગાયો પરંતુ ઉંટ,ઘેટા-બકરા,કુકડા,શ્વાન સહિતના પશુ પક્ષીઓને પણ આસરો અપાઈ રહ્યો છે.જે

હવે વાત કરીએ આ ગૌશાળામાં ગાયોના નિભાવ માટે દિવસ-રાતની ચિંતા કર્યા વિના સેવાકાર્ય કરી આ ગૌશાળા ચલાવનાર રોહિતસિંહ ગંભીરસિંહ જાડેજાની તો તેઓનુ મુળવતન આમ તો કચ્છ જિલ્લાનુ નાગરેચા ગામ છે.તેઓનો પરિવાર 1974ની સાલમાં પોરબંદરમાં સ્થાયી થયો હતો.

દિવસ રાત ગાયોની સેવા ચાકરી કરતા બાપુ પોતે એક મિકેનિકલ એન્જિનિયર છે અને તેઓએ 1992થી લઈને 2006 સુધી પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ્સ કંપનીમાં 10 વર્ષ સુધી એન્જિનિયર તરીકે નોકરી કરી છે.જ્યારે તેઓએ નોકરી છોડી ત્યારે તેઓનો પગાર 50 હજાર રુપિયા આસપાસ હતો અને હાલમાં તેઓના જે સાથીદાર એન્જિનિયરો છે તેમને બૅથી ત્રણ લાખ પગાર છે.

આમ ઉચ્ચ અભ્યાસ વડે મેળવેલી સારી નોકરી અને પરિવારથી નાતો તોડીને બાપુએ આ ગૌશાળાને જ પોતાનુ ઘર અને આ અબોલ જીવને જાણે કે પોતાનો પરિવાર બનાવ્યો હોય તેમ આખો દિવસ અબોલ પશુઓની સેવામાં જ લીન જોવા મળે છે.

આ ગૌ શાળામાં આજે 500થી વધુ ગાય અને અનેક પશુઓનો નિભાવ થઈ રહ્યો છે.પરંતુ હાલમાં આ ગૌશાળા પાસે કોઈ પણ પ્રકારનું આર્થિક કહી શકાય તેવું ભંડોળ નથી.જેથી આ ગૌશાળાને બાપુ ભગવાન ભરોસે તેમજ ગાયોના નસીબના સહારે જ ચાલી રહી છે.કેમકે આટલા પશુઓને આપવામાં આવતા ઘાસચારાનો દરરોજનો ખર્ચ જ 25000 જેટલો થાય છે, છતાં ઈશ્વર તેમજ દાતાના સહયોગ થી ગૌશાળા ચાલી રહી છે અને બાપૂ અવિરતપણે સેવા ચાકરી કરી રહ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!