જુનાગઢ ની યુવતી દુબઈ ના બીઝનેસમેન શેખ ના પ્રેમ મા પડી ! માતા પિતાને બેભાન કરી ભાગી ગયા પછી ખબર પડી કે યુવક તો યુપી મા ડ્રાઇવર…
આ જગત આખું એમ કહે છે કે, પ્રેમ આંધળો હોય છે પરંતુ ખરરેખર વાસવિક્તા એ છે કે પ્રેમ નહીં પણ પ્રેમમાં પડ્યા પછી માણસો જ આંધળા થઈ જાય છે કે, તેમને સાચા ખોટાનો ભેદ નથી રહેતો. હાલમાં જ જૂનાગઢની એક યુવતીને પ્રેમ કરવો ભારે પડ્યો.સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે યુવતી દુબઈના બીઝનેસમેન શેખ ના પ્રેમ મા પડી અને પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ કે, માતા પિતાને બેભાન કરી ભાગી ગઇ અને ભાગ્ય પકછી ખબર પડી કે યુવક તો યુપી મા ડ્રાઇવર છે.
ચાલો અમે આપને આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ. જૂનાગઢની એક યુવતી અને ઉત્તરપ્રદેશના બરેલીનો વિધર્મી યુવાન ઈન્સટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા અને પ્રેમમાં પડ્યા હતા અને યુવતી ફસાવવા માટે તેને મોટી મોટી વાતો કરી અને યુવતી તેના પ્રેમમાં એટલી આંધળી થઈ ગઈ કે, પોતાના માંતાપિતાને ભોજનમાં ઘેનની ગોળી નાખી ખવડાવી હતી.
આ ઘટના અંગે યુવતીનાં પિતાએ ફરિયાદ નોંધાવતા જૂનાગઢ પોલીસ ઉત્તરપ્રદેશ જઈ યુવતી અને તેના પ્રેમીને શોધી લાવી છે. યુવક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ઉત્તરપ્રદેશના બરેલીમાં રહેતો રાહત અહેમદ નફીસ અહેમદખાન 2017માં ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. યુવકે યુવતી સમક્ષ પોતે ગર્ભશ્રીમંત હોવાની છાપ ઉભી કર હતી. પોતે દુબઈમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતો હોવાનું જણાવ્યું હતું અને પોતાના પિતાનો દુબઈમાં બે મોલ અને ત્રણ રેસ્ટોરન્ટ હોવાની વાત કરી હતી.
પોતાની પાસે એક ઓડી અને એક બીએમડબલ્યુ કાર હોવાની પણ વાત કરી હતી. વિધર્મીએ યુવતીને લગ્ન કરી દુબઈ લઈ જવાની વાત કરીસોશિયલ મીડિયા પર સંપર્કમા આવેલા રાહત અહેમદે યુવતીને બરેલી આવી જવા માટે કહ્યું હતું અનેયુવતીને પોતાના ઓરિજિનલ ડોક્યુમે્ટ,પાસપોર્ટ, એટીએમ કાર્ડ, ક્રેડીટ કાર્ડ સાથે લઈ રાજકોટથી દિલ્હી ફ્લાઈટમાં આવી જવા કહ્યું હતું.
યુવતી જવા માટે તૈયાર થઈ ગઈ પણ માતાપિતાની હાજરીમાં કેમ જવું તે પ્રશ્ન હતો. જેથી પ્રેમીએ કુરિયરમાં ઘેનની ગોળીનું પાર્સલ જૂનાગઢ મોકલાવ્યું હતું. યુવતીએ બપોરના સમેય તેના માતા પિતાના ભોજનમાં ગોળીઓ ભેળવી ખવડાવી દીધી હતી. બંનેને ઘેન ચડી જતા યુવતી ઘરેથી તમામ વસ્તુઓ લઈ રાજકોટથી ફ્લાઈટમાં દિલ્હી નાસી છૂટી હતી.આ ઘટના અંગે માતા પિતાએ પોતાની દીકરી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મામલાની ગંભીરતાને જોતા જૂનાગઢ રેન્જ આઈજી, એસપી, એલસીબી, એસઓજી સહિતની ટીમો કામે લાગી હતી.
પોલીસે ટેક્નિકલ સોર્સથી માહિતી મળતા જૂનાગઢ પોલીસની ટીમ બરેલી પહોંચી હતી. તપાસ દરમિયાન પોલીસની ટીમને યુવતી તેના વિધર્મી પ્રેમી રાહત અહેમદ નફીસ અહેમદ ખાન સાથે મળી આવી હતી. જે બંનેનો કબજો લઈ પોલીસ બંનેને જૂનાગઢ લાવી હતી.પોલીસે યુવક-યુવતીની પૂછપરછ કરી તો હકીકત જાણી ચોંકી ઉઠી હતી. જે રાહત અહેમદ પોતાને બિઝનેસમેન ગણાવતો હતો અને દુબઈમાં હોટલ-મોલ હોવાની વાત કરતો હતો તે માત્ર 10 પાસ છે અને તે દુબઈમાં ડ્રાઈવીંગનું કામ કરતો હોવાની વિગતો સામે આવી છે. પોતાને કોઈ મોલ કે રેસ્ટોરન્ટ ન હોવાનું ખૂલ્યું છે. તેના પિતા બંને પગે અપંગ હોવાનું સામે આવ્યું છે.
જૂનાગઢની યુવતી જ્યારે રાજકોટથી દિલ્હી ફ્લાઈટમાં ગઈ ત્યારે તેનું પેમેન્ટ યુવતીના પિતાના ગુગલ પે એકાઉન્ટમાંથી કરાયું હોવાનું ખૂલ્યું છે. યુવતી રાજકોટથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં દિલ્હી પહોંચી હતી. જ્યાંથી રાહત તેને લઈ ગયો હતો. ત્યારબાદ યુવતીના ક્રેડીટ કાર્ડમાંથઈ અલગ અલગ પેટ્રોલપંપ પર 60 હજાર, અને પોણા બે લાખ રૂપિયા રોકડા ઉપાડી લીધાની વિગતો સામે આવી છે.