ડિંગુચાના પટેલ પરિવારને ગેરકાયદેસર US મોકલનાર એજન્ટ ભરત પટેલ ઝડપાયો ! ભરત પટેલ ગુજરાત નો કુખ્યાત ઈલિગેલ…
જાન્યુઆરી મહીના મા ગુજરાત ના પટેલ પરિવાર સાથે એક ખુબ જ દુખદ ઘટના બની હતી જેમા યુએસ બોર્ડરથી ફક્ત 12 મીટર દૂર 35 વર્ષીય જગદીશ પટેલ, તેમનાં પત્ની વૈશાલી (33 વર્ષ), 12 વર્ષની દીકરી વિહાંગના અને 3 વર્ષના દીકરા ધાર્મિકના મોત થયા હતા. જ્યારે બાદ આ સમગ્ર ઘટના ને લઈ ને તપાસ નો ધભધભાટ જોવા મળ્યો હતો જેમાગુજરાત પોલીસ અને રાજ્યની એજન્સીઓએ માનવ તસ્કરોની શોધખોળ શરૂ કરી હતી.
જ્યારે આ ઘટના ને લઈ ને એક ખુબજ મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જેમા iamGujarat ના એક રીપોર્ટ મુજબ ગાંધીનગરના ડિંગુચા ગામના પરિવારના આ સભ્યોને ગેરકાયદે અમેરિકા મોકલનારા આરોપી એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા આ કાર્યવાહી સોમવારે કરવા મા આવી હતી જેમા આરોપી ભરત પટેલ રાત્રે ભાડજ સર્કલ પાસે હોવાની માહીતી સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી છે.
હાલ ગુજરાત નો સ્ટેટ મોનિટરીંગ સેલ ધ્વારા દારુ થતા જુગાર ના અડ્ડાઓ પર રેડો પાડવામા આવી રહી છે ત્યારે તેમને બાતમી મળી હતી કે, ભાડજના એક ઘરમાં બોબી પટેલ જોવા મળ્યો છે. જે બાદ પોલીસ ઝડપથી ત્યાં પહોંચી ગઈ અને તેની ધરપકડ કરી હતી.જ્યારે આ કેસ સાથે સંકળાયેલા ગુજરાત પોલીસના એક ઓફિસરે iamGujarat સાથે વાતચીત દરમિયાન જણાવ્યું, “ભરત પટેલ ગુજરાતના સૌથી કુખ્યાત ઈલિગલ ઈમિગ્રેશન એજન્ટો પૈકીનો એક છે.
તેમી પાસે 28 ગેરકાયદે પાસપોર્ટ છે અને તેમાંથી કેટલાકમાં તેની બાયોમેટ્રિક ઈન્ફોર્મેશન પણ છે. તેણે વિગતોમાં સામાન્ય ફેરફાર કરીને દેશના પશ્ચિમ ભાગમાં આવેલી પાસપોર્ટ ઓફિસોમાંથી થોડા થોડા સમયના અંતરે વિવિધ પાસપોર્ટો બનાવડાવ્યા હતા. અમદાવાદ અને મુંબઈ જેવા શહેરોની પાસપોર્ટ ઓફિસોમાંથી પણ તેણે પાસપોર્ટ બનાવડાવ્યા છે. તેણે દેશમાં પ્રવેશવા અને ત્યાંથી નીકળવા માટે આ પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો”
પોલીસે આગળ કહ્યું, “ડિંગુચાના આ સ્થાનિકે ગામમાં નાના-મોટા કામ કરીને શરૂઆત કરી હતી. જે બાદ તે લોકોને ભારતથી યુએસ મેક્સિકો અને તુર્કીથી ગેરકાયદે માર્ગે મોકલવાનું શરૂ કર્યું હતું. તેણે સૌથી પહેલા પોતાનું ઠેકાણું ડિંગુચા ગામમાં જ રાખ્યું હતું. બાદમાં તેણે દિલ્હી, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના માનવ તસ્કરો સાથે હાથ મિલાવ્યા હતા.”