આવતીકાલે દેવાયત ખવડના કેસમાં કોર્ટ લઈ શકે છે મોટો નિર્ણય, મારામારી બાદ સાત દિવસથી છે ગાયબ…
સતત 7 દિવસથી દેવાયત ખવડની શોધખોળ હજી પણ ચાલી રહી છે. દેવાયત ખવડને ઝડપવા પોલીસ પહેલા રાજકોટના ઘરે અને તેમના વતન મુળી દૂધઈ ગામે પહોંચી હતી પરંતુ તેઓ ત્યાંથી પણ મળ્યા ન હતા. દેવાયત ખવડે ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી હતી.હાલામા આ બનાવ અંગે દિવસેને દિવસે અનેક પ્રકારની વળાંક આવી રહ્યા છે.
હાલમાં જ મયૂરસિંહ રાણાનાં પરિવારજનોએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને પોલીસ તેને છાવરતી હોવાનો આક્ષેપ કર્યો હતો.પરિવારજનોએ જણાવ્યું હતું કે દેવાયત ખવડને પોલીસ સાથે સાઠગાંઠ છે, પોલીસ મારા ખિસ્સામાં છે એવી હરહંમેશ વાતો કરતો હતો. 48 કલાકની અંદર ધરપકડ કરવામાં નહીં આવે તો પોલીસ કમિશનર કચેરી બહાર ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
પોલીસ દ્વારા દેવાયત ખવડની શોધખોળ ચાલુ છે, ત્યારે હાલમાં જ સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આવતી કાલે કોર્ટમાં દેવાયત ખવડની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. હવે આવતી કાલે જોવાનું રહ્યું છે કે, કૉર્ટ દ્વારા દેવાયત ખવડની અરજીને લઈને શું ફેંસલો સુનાવે છે. ખરેખર દેવાયતની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ત્યારે હવે કાલનો દિવસ કેવો રહેશે એ જોવાનું રહ્યું.
મયૂરસિંહનાં પરિવારજનોની માંગ છે કે આ દેવાયતને તાત્કાલિક પકડી તેમના જૂના કેસની તપાસ કરવામાં આવે. જેથી લોકોને તેમજ પોલીસને પણ તેના અસલી ચારિત્ર્ય વિશે ખબર પડે તેમજ આ દેવાયત લોકસાહિત્યકાર છે એટલે નાસતો ફરી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ મથકમાં દેવાયત ખવડ વિરુદ્ધ મારામારી, ધમકી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે.