સુરત મા ચાલુ ગાડીએ ફીલ્મી ઢબે રોકડ ચોરી લેમાવા આવી ! વિડીઓ જોઈ આંખો ખુલી રહી જશે…જુઓ વિડીઓ
સુરતમાં ચોરી અને ધોળે દિવસે લૂંટમાં બનાવો વધુ બને છે, ત્યારે હાલમાં જ પાંડેસરા.બઈસમો દ્વારા ફિલ્મી ઢબે ચાલુ ટેમ્પોમાંથી રોકડાની બેગ ચોરી કરતા ઈસમો સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ક વાયરલ થયો છે અને આ ઘટના અંગે પોલિસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી આપીએ.
સુરતના પાંડેસરા ડી-માર્ટ પાસે રસ્તા પરથી પસાર થતા ટેમ્પોમાં ચઢી જઈને રોકડરકમની ચોરી કરતો ઈસમ ઝડપાયો હતો. પાંડેસરા ડી-માર્ટ પાસે ચાલુ ટેમ્પામાં એક ઈસમ 2.16 લાખ રોકડની બેગ લેવા માટે ચાલુ ટેમ્પામાં ચઢી ગયો હતો અને રોકડ ભરેલી બેગ લઈ ચાલુ ટેમ્પામાંથી નીચે ઉતરી અન્ય 2 સાગરિતો સાથએ બાઈક પર નાસી છૂટ્યો હતો.
આરોપીઓએ ત્રણ-ચાર દિવસ રેકી કર્યા બાદ ટેમ્પાને નિશાનો બનાવ્યો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર લાલગેટ રાણીતળાવ ખાતે સનાબિલ એપાર્ટમેન્ટમાં રહેતા નઇમભાઈ કાગઝી ચોકલેટ, સિગારેટ અને બિસ્કિટના ડિસ્ટ્રીબ્યુટરની ઓફિસમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ત્યારે 8 ડિસેમ્બરના ઓફિસમાંથી 5 લાખનો સામાન ટેમ્પામાં ભરી ચાલક હુસેન અને ડિલીવરીમેન મુહમ્મદ આરીફ મનસુરી માલ-સામાનની ડિલવીરે માટે નીકળ્યા હતા.
ડિલિવરી થયા બાદ માલની રોકડ 2.16 લાખ બેગમાં મુકી હતી. ત્યારે જ આ ત્રણેય ઈસમોએ મોપેડ પર આવી ચાલુ ટેમ્પામાંથી રોકડ ભરેલી બેગ લઈ નાસી છૂટ્યા હતા.સીસીટીવીના આધારે પાંડેસરા પોલીસે ગણતરીના કલાકમાં જ ચોરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે બાતમીના આધારે નિતીન ઉર્ફે શીખડો કવરસેન વર્મા, મયુર વલ્લભ રાઠોડ, અતુલ નાથુભાઇ પરમારને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ. 2 લાખ અને મોપેડ કબ્જે લીધું છે.
પાંડેસરામાં ફિલ્મી ઢબે ચાલુ ટેમ્પામાંથી રોકડા ભરેલી બેગની ચોરી, જુઓ સીસીટીવી#ગુજરાતમિત્ર #Surat #Pandesara #CCTV #Theft pic.twitter.com/8g1J7XxNq3
— Gujaratmitra (@Gujaratmitr) December 14, 2022