જાણો લકવા થવાનાં કારણો તેમજ કંઈ રીતે લકવા જેવા રોગને અટકાવી શકાય.
ઘણા લોકોને લકવાની બીમારી થતી હોય છે, એ વાત તદ્દન ખરી છે કે, આમગજનો એક ગંભીર રોગ છે જેના મુખ્યત્વે બે પ્રકાર છે. 80 % સ્ટ્રોક ઇસ્કેમિક હોય છે જેમાં મગજમાં લોહી પહોંચાડતી નળીમાં લોહીનો ગઠ્ઠો થવાથી સતત વહેતા લોહીના પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે અને તરત જ લકવાના લક્ષણો દેખાય છે. બાકીના 20% માં હેમરેજિક સ્ટ્રોક હોય છે જેમાં મગજમાં લોહીની નળી ફાટવાથી હેમરેજ થાય છે.
લકવાના મુખ્ય લક્ષણોમાં ચહેરો ત્રાંસો થવો, એક બાજુનાં હાથના હલનચલનમાં તકલીફ થવી, એક બાજુના પગમાં નબળાઈ અને ચાલવામાં તકલીફ, બોલવામાં તકલીફ જેમકે જીભ જાડી થવી, અસ્પષ્ટ ઉચ્ચારો, ચાલવામાં બેલેન્સ ના રહેવું, ખોરાક ગળવામાં તકલીફ પડવી વગેરે છે. આમાંથી કોઈ પણ લક્ષણ અચાનક થાય તો તરત જ 108 બોલાવીને નજીકની હોસ્પિટલમાં દર્દીને લઈ પહોંચવું જરૂરી છે.
લકવો થતા અટકાવી શકાય છે તેના માટે શ્રેષ્ઠ સારવાર જાણીએ જેનાથી પક્ષઘાત થતો અટકાવી શકાય.નિયમિત કસરત કરો, કાર્યશીલ રહો. લકવા થવાના જોખમી પરિબળો હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખો.ખાવા-પીવાનું ધ્યાન રાખો અને મેદસ્વિતા ટાળો.તમાકુના સેવનથી દૂર રહો.
મદ્યપાન ટાળો તાજેતરમાં થયેલા એક અભ્યાસ મુજબ વાયુ પ્રદૂષણથી પણ પક્ષઘાતનું જોખમ રહેલું છે. વાયુ પ્રદુષણને કાબૂમાં રાખવું એ જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ બને છે. વૃક્ષારોપણ કરો, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરો, કારપુલ તથા સાઈકલિંગનો ઉપયોગ વધારો, રેડ સિગ્નલ પર વાહન બંધ કરી દો, કચરો ના બાળો, સોલાર એનર્જીનો ઉપયોગ વધારો.
લકવા પ્રારંભિક લક્ષણો વિષે સમજણ કેળવો અને સમાજમાં જાગૃકતા વધારો જેથી કોઈને પણ પક્ષઘાતના લક્ષણો જણાય તો ત્વરીત ન્યૂરોલોજિસ્ટનો સંપર્ક કરી શકાય.આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી