પત્નીના પ્રેમથી કંટાળીને પતિ એગુ કાવતરું રચ્યું કે પોલીસ પણ…
આપણે સોશિયલ મીડિયામાં અનેક આડા સંબંધો વિશે જાણવા મળતું હોય છે, ત્યારે હાલમાં જ એક એવો બનાવ બન્યો કે પરિવાર વેર વિખેર થઈ ગયું. ચાલો ત્યારે જાણીએ કે, આખરે હકીકત શું છે તે જાણીએ. દરેકલગ્ન જીવનમાં જ્યારે ત્રીજા વ્યક્તિનું આગમન થાય એટલે સંબંધ વેર વિખેર થઈ જાય છે. પત્નીના આડાસંબંધથી કંટાળી પતિએ કરી દીધી પત્નીની હત્યા. અને બાદમાં આ હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો કર્યો હતો પ્રયાસ.ચાર મહિના બાદ ખૂલી ગયો હત્યાનો ભેદ.
શહેરમાં વધુ એક આડાસંબંધે હર્યો ભર્યો માળો વિખેરી નાખ્યો છે. પત્નીના આડાસંબંધથી કંટાળી પતિએ કરી દીધી પત્નીની હત્યા. અને બાદમાં આ હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો કર્યો હતો પ્રયાસ. પણ ચાર મહિના બાદ ખૂલી ગયો હત્યાનો ભેદ. પતિએ જ કરી દીધી ઢોર માર મારી પત્નીની હત્યા.
સુરતના લિંબાયત વિસ્તારમાં દેવધ રેલવે ટ્રેક પર મળેલા અજાણી મહિલા મૃતદેહને ભેદ અંતે ઉકેલાઈ ગયો. પોલીસે જે અકસ્માતે મોતને ગુનો દાખલ કર્યો હતો તે અકસ્માત નહીં પણ હત્યા નીકળી અને હત્યારો અન્ય કોઈ નહીં પણ મૃતકનો પતિ જ નીકળ્યો.પરિણીતાને એક શખ્સ સાથે આડાસંબંધ હતા. અને અને તેની જોડે ગીરસોમનાથના ઊનામાં ભાગી ગઈ હતી . પરિણીતાને સસરા પક્ષ સુરત લાવ્યો હતો પણ પ્રેમી સાથે જવાની જીદમાંને જીદમાં તેણે પ્રેમમાં નિષ્ફળતા મળ્યાનું લાગતા રેલવે ટ્રેક પર પડતું મૂકી આપઘાત કરી લીધો.
પોલીસને પરિણીતાના પરિવારજનોની વાત ગળે ઉતરતી નહોતી એટલે ઉંડાણપૂ્ર્વકની તપાસ હાથ ધરી અને 10 મહિનાની તપાસના અંતે એક મહત્વની કડી હાથ લાગી. પરિણીતાનો પતિનું મોબાઈ લોકેશન પણ એ સમયે રેલવે ટ્રેક પાસેનું જણાતાં પોલીસે તેની કડકાઈથી પૂછપરછ હાથ ધરી. અને અંતે પતિ ભાંગી પડતાં પોતાના બનેવી સાથે મળી પત્નીની હત્યા કર્યાની કબૂલાત આપી.