India

કલેક્ટરે દવા લેવા નિકળેલા યુવકને થપ્પડ મારી અને ફોન પણ તોડી નાખ્યો પછી….

સોસીયલ મીડીયા પર હાલ એક વિડીયો ખુબ વાયરલ થય રહ્યો છે જેમા એક કલેક્ટરે એક સામાન્ય નાગરિક લોકડાઉન દરમ્યાન પ્રિસ્ક્રિપ્શન ફોર્મ સાથે દવા લેવા મેડિકલ સ્ટોર પર જવા માટે બહાર આવ્યો હતો. તે દરમિયાન કલેક્ટર રણવીર શર્મા દળબળ સાથે લોકડાઉન તપાસવા નીકળ્યા હતા. ત્યારે આ યુવક ધ્યાન મા આવતા થોડી વાતચીત બાદ આ યુવક લાફો ઝીકી દીધો અને ફોન પણ તોડી નાખ્યા હતો.

છતીસગઢ ના સુરજપુર જીલ્લા ના આ કલેકટર નો વીડીઓ વાયરલ થતા ત્યા ના મુખ્યમંત્રી ભુપેશ બધેલે તેમને તાતકાલીક પદ પર થી હટાવી દેવાનો નિર્દેશ કર્યો છે.

સીએમ બધેલએ ટ્વિટ કર્યું છે કે, “સોશ્યલ મીડિયા દ્વારા સૂરજપુર કલેક્ટર રણબીર શર્મા દ્વારા એક યુવક સાથે દુર્વ્યવહારનો મામલો મારા ધ્યાનમાં આવ્યો છે. તે ખૂબ જ દુઃખદ અને નિંદાત્મક છે. છત્તીસગઢમાં આ પ્રકારનું કૃત્ય બિલકુલ સહન કરવામાં આવશે નહીં. કલેકટરને સૂચના આપવામાં આવી છે. રણબીર શર્માને તાત્કાલિક અસરથી દૂર કરવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!