બેંક ના કામો પતાવી લેજો ! જાન્યુઆરી મહીના મા આ 11 દિવસ બેંકો રહેશે બંધ…જાણો શુ છે કારણ
હાલમાં નવુ વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે હાલમાં આપને એક ખાસ વાત જણાવી દઈએ આવનાર મહિનાના વિવિધ રાજ્યો અને શહેરોમાં કુલ 11 દિવસ બેન્ક બંધ રહેશે. વર્ષનો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી રજા સાથે શરૂ થશે. આ વખતે પહેલી જાન્યુઆરીએ રવિવાર છે. જો તમારે કાંઈ ખાસ કામ હોય તો વહેલા તકે પતાવી લેજો.
જાન્યુઆરીમાં વિવિધ રાજ્યો અને શહેરોમાં 2, 3, 4 અને 26 તારીખે બેન્કમાં રજા રહેશે.આ સિવાય તા.1, 7, 8, 15, 21, 22 અને 29 તારીખે રવિવાર અને બીજા દિવસે રજા રહેશે. – ચોથા શનિવારે સાપ્તાહિક રજા છે. જો તમારી પાસે આગામી મહિનામાં બેન્ક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ છે. આ રજાઓ છોડીને તમે બેન્ક જઈ શકો છો.
બેન્કની રજાઓ હોવા છતાં તમે ઓનલાઈન બેન્કિંગ અને ATM દ્વારા પૈસાની લેવડદેવડ અથવા અન્ય કામ કરી શકો છો. બેન્ક રજાઓ આ સુવિધાઓને અસર કરશે નહીં. જેથી કરીને જો તમારે રૂબરૂ કોઈ કામકાજ બેંકને લગતું હોય તો વહેલા તકે પતાવી લેજો. કારણ કે 11 દિવસ સુધી બેન્ક બંધ રહેવાથી તમારા કામો અટકી શકે છે. આ મહિના શરૂઆતમાં જ તમે તમારા તમામ કામો વહેલા તકે પતાવી લો.