Gujarat

ગુજરાત નો હ્દય કંપાવનારો બનાવ ! શાળા મા ધોરણ 8 ની દીકરી સાથે એવી ઘટના ઘટી કે પ્રાણ પંખેરુ ઉડી ગયુ..

શાળામાં અનેકવાર એવી ઘટનાઓ બની છે કે, આપણે તેની કલ્પના પણ ન કરી શકતા હોઈએ. કયારેક શિક્ષકો તો ક્યારેક વિધાર્થીઓ કોઈ કારણોસર પોતાનો જીવ ગુમાવતા હોય છે. હાલમાં જ ગુજરાત નો હ્દય કંપાવનારો બનાવ સામે આવ્યો ! શાળામાં 8 વર્ષીય ની દીકરી સાથે એવી ઘટના ઘટી કે પ્રાણ પંખેરુ ઉડી ગયું. ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ કે આખરે એવો તે શું બનાવ બન્યો કે આ દીકરીને જીવ ગુમાવવો પડ્યો.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,  દાહોદમાં બાળકીના મૃત્યુનો બનાવ બન્યો છે. વાત જાણે એમ છે કે, રામપુરા શાળામાં 8 વર્ષીય બાળકી પર શાળાનો દરવાજો પડી જતા મોત થયું છે. આ બેદરકારીના કારણે શાળાના આચાર્યને કરવામાં સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. તપાસ દ્વારા જાણવા મળ્યું હતું કે બાળકીનેગંભીર ઈજા પહોંચી હતી અને તે ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જે બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે.

આ ઘટના બાબતે DEPO દાહોદ મયુર પારેખનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, રામપુરા પ્રાથમિક શાળામાં ધોરણ-3માં અભ્યાસ કરતી દીકરી પર શાળોનો કમ્પાઉંડ વોર્ડ સાથેનો દરવાજો બાળકીના મોઢાના ભાગે પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.તેમણે જણાવ્યું કે, તે બાળકીને તાત્કાલિક સારવાર માટે દાહોદખસેડવામાં આવી હતી જ્યારે બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી ત્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યું થયેલું છે.

જવાબદારીના ભાગ રૂપે શાળાના બાળકોની સાવચેતી રાખવાની જવાબદારી શાળાના આચાર્યની હોય છે જેથી તપાસના ભાગ રૂપે તેમને ફરજમોફૂક કર દીધા છે. તેમણે જણાવ્યું કે, અમે દરેક વર્ષે દરેક શાળાઓને સાવચેતી અને સેફ્ટી માટે પરિપત્રો પણ કરતા હોઈ છીએ તેમજ અમારી તપાસમાં શાળાનો દરવાજો વેલ્ડિંગમાંથી તૂટ્યો છે તેવું જાણવા મળ્યું છે જેથી સેફ્ટીનો અભાવ હોય તેવું પત્યક્ષ કહી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!