સ્ટેટ મોનિટરીંગ સેલે દારુ ના અડ્ડા પર રેડ પાડતા દારુની સાથે એટલા રુપીઆ મળી આવ્યા કે રુપીઆ ગણવા મશીન મગાવવા પડ્યા….જાણો ક્યા શહેર..
હવે 31 ડિસેમ્બરને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બુટલેગરો યેન કેન પ્રકારણે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જો કે પોલીસ તેમના પ્લાન પર પાણી ફેરવી દે છે. બુટલેગરો દ્વારા નતનવી મોડસ ઓપરેન્ડસી અપનાવવામાં આવી છે. આ સંજોગોમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ રેડ કરીના દારૂનો જથ્થો ઝડપવામાં આવી રહ્યો છે.
હાલમાં જ સ્ટેટ મોનિટરીંગ સેલે દારુ ના અડ્ડા પર રેડ પાડતા દારુની સાથે એટલા રુપીઆ મળી આવ્યા કે રુપીઆ ગણવા મશીન મગાવવા પડ્યા હતા. ચાલો જણાવીએ કે, આખરે આ ઘટના ક્યાં બની છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મહીસાગરના લુણાવાડામાં દારૂની રેડ કરવા માટે પહોચેલ પોલીસને દારૂનો જથ્થો તો મળી આવ્યો. આ સાથે સાથે રોકડા રૂપિયા 53 લાખ 51 હજાર પણ મળી આવ્યાં છે.
આટલા બધા રૂપિયા ગણવા માટે પોલીસએ મશીન મંગાવવું પડ્યું હતું. આ ઘટનાની જાણ ઇન્કમટેક્ષ વિભાગને પણ કરવામાં આવી છે.
બાતમીના આધારે
પોલીસ જ્યારે તપાસ કરી રહી હતી તે દરમિયાન પોલીસને દારૂના વેચાણના રૂપિયા 53 લાખ 51 હજાર 410 મળી આવ્યાં હતાં. જે પૈસાની ગણતરી માટે પોલીસને ચલણી નોટો ગણવા માટેનું મશીન પણ લાવવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આટલા મોટા પ્રમાણમાં રૂપિયા મળી આવતા ઇન્કમટેક્ષ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. રેડ દરમિયાન પોલીસે કપીલાબેન ચૌહાણ તથા ખુમાણસિંહ ચૌહાણ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે.
જ્યારે અન્ય એક ફરાર આરોપી વિક્રમસિંહ ચૌહાણને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.હાલમાં પોલીસે આ રૂપિયા ક્યાંથી લાવવામાં આવ્યાં હતાં. કેટલા સમય પહેલા લાવવામાં આવ્યાં હતાં. આ તમામ બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે તપાસ દરમિયાન સમગ્ર હકીકત સામે આવી શકે તેમ છે.