દેવાયત ખવડ ની મુશ્કેલીઓ મા વધારો ! પોલીસ તપાસ મા એવી વિગતો સામે આવી કે મયુરસિંહ રાણા પર પહેલે થી જ…
હાલ ગુજરાત મા ચારેકોર એક ચર્ચા એ ખુબ જ જોર પકડ્યુ છે એ છે દેવાયત ખવડ નો વિવાદ રાજકોટ મા મયુરસિંહ રાણા નામ ના યુવાન પર દેવાયત ખાવડ દ્વારા હુમલો થયા બાદ ક્ષત્રિય સમાજ દ્વારા ભારે રોષ જોવા મળ્યો હતો અને કડક કાર્યવાહી ની માંગ કરવામા આવી હતી જ્યારે હાલ આ કેસ ને લઈ ને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે.
આ કેસ મા દેવાયત ખવડ અને તેના સાગરીતો વધારે મુશ્કેલીઓ મા વધારો થઇ શકે એમ છે. કારણ કે પોલીસ સુત્રો પાસે થી જાણવા મળેલ છે કે આ કેસ ને લઈ ને પોલીસ ને તપાસ મા મહત્વપૂર્ણ cctv ફુટેજ મળ્યા છે. એ ડિવિઝન પોલીસ દ્વારા દેવાયત ખવડ અને તેના સાગરીતો વિરુદ્ધ ipc ની કલમ 120 ( બી ) નો ફરિયાદમાં ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે. કોર્ટમાં પોલીસ રિપોર્ટ કર્યાની અંદર ફરિયાદીની ઓફિસ પાસે ગુનાના આરોપીઓ દ્વારા રેકી પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આપને જણાવી દઈએ કે હાલ ત્રણેય આરોપી ના રિમાન્ડ પુર્ણ થયા છે અને જેલ હવાલે છે. જ્યારે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓ દ્વારા રેકી કરવામાં આવ્યા બાદ મયુરસિંહ રાણા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. મયુરસિંહ રાણાની ઓફિસ નજીક જ આરોપીઓ રેકી કરી રહ્યા હોય તે બાબતના સીસીટીવી ફૂટેજ પણ તપાસ દરમિયાન મળી આવ્યા છે. સીસીટીવી સિવાયના પણ બીજા પુરાવાઓ ઉપરથી સ્પષ્ટપણે થાય છે કે, આરોપીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો તે પૂર્વ આયોજિત છે
આપને જણાવી દઈએ કે આ ઘટના સાતમી ડીસેમ્બર ના રોજ બની હતી જેમા મયુરસિંહ રાણા નામના યુવાન પર ધોડા અને પાઇપ જેવા હથિયારો થી જીવલેણ હુમલો કરવા મા આવ્યો હતો જ્યારે આ યુવાન દ્વારા રાજકોટ પોલીસ ના એ ડીવીઝન પોલીસ સ્ટેશન મા ફરિયાદ નોંધાવા મા આવી હતી.