યુવક ને ચા અને સમોસા મોંઘા પડ્યા! બીલ હાથમા આવતા રકમ જોઈ પરસેવો વળી ગયો અને ઉપર થી Gst…જુઓ બિલ
સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક હોટેલ્સ અને રેસ્ટોરન્ટના બીલ્સ વાયરલ થતા હોય છે, કારણ કે ગ્રાહકે જે વસ્તુઓ મંગાવી હોય છે, તે વસ્તુઓ કરતા તેનો ભાવ ખૂબ જ બમણો હોય છે અને સાથોસાથ તેમાં જીએસટી પણ ઉમેરવામાં આવે છે. આ કારણે બિલની રકમ એટલી થઈ જાય કે પહેલી નજરમાં તો જોતા જ હૃદય બેસી જાય. હાલમાં જ આવી એક ઘટના એક યુવક સાથે બની.
આ યુવકને એરપોર્ટની કેન્ટીનમાં ચા અને સમોસા ખાવા ખૂબ જ ભારે પડ્યા કારણ કે આ ચા અને સમોસાનું બિલ એટલું આવ્યું કે યુવક તો ચિંતામાં જ મુકાઈ ગયો હતો. આ બિલ તેને ટ્વીટર પર મુકતા જ સૌ કોઇએ પોતાની પ્રતીક્રિયાઓ આપી છે. ચાલો અમે આપને આ બીલ્સ વિશે જણાવીએ. આ બિલ જોઈને એ ખ્યાલ આવી જશે કે મુંબઇ એરપોર્ટ પર ખાવું અને પીવાની વસ્તુઓ કેટલી મોંઘી મળે છે.
એક ટ્વિટર યુઝર ફરાહ ખાનએ ટ્વિટર પર તેનું બિલ શેર કર્યું છે. તેણે મુંબઇ એરપોર્ટ પર એક ચા, બે સમોસા અને વોટર બોટલ લીધી. માત્ર સામાન્ય વસ્તુનું બિલ, રૂ. 490 થયો હતો. હવે પ્રશ્ન ઉદ્ભવે છે કે એરપોર્ટ પર વસ્તુઓ ખાવાથી અને પીવાથી શા માટે ખર્ચાળ છે. ફરાહ ખાનની ટ્વિટર બાયોના જણાવ્યા પ્રમાણે, તેઓ એક પત્રકાર છે.
ફરાહ ખાનના બિલ અનુસાર, તેમણે મુંબઈ એરપોર્ટથી એક આદુ ચા, બે સમોસા અને પાણીની બોટલ ખરીદી. ચાની કિંમત 160 રૂપિયા હતી. બે સમોસાની કિંમત રૂ 260 થઈ હતી અને પાણીની બોટલની કિંમત 70 રૂપિયા હતી. આ રીતે ફરાહના બિલમાં 490 રૂપિયા આવ્યા કારણ કે આ બિલમાં જીએસટી પામ ઉમેરવામાં આવ્યું હતું જેથી કરીને બિલ આટલું વધારે આવ્યું.
ફરાહનું ટ્વીટ જોતા જ વાયરલ થઈ ગયું. ટ્વિટર યુઝર્સની આ પોસ્ટ પર વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. એક યુઝરે એરપોર્ટના ભાવ કેમ વધારે છે તે સમજાવતો એક ન્યૂઝ રિપોર્ટ શેર કર્યો. યુઝરે લખ્યુ કે, એરપોર્ટ પર બહારની સરખામણીએ પ્રોડક્ટ્સની કિંમતો કેમ વધારે છે. ઉપરાંત, ભાવમાં આ તફાવત મોદી સરકાર અને યુપીએ સરકાર બંને વખતે સમાન હતો. શરમજનક બાબત છે કે પત્રકારોના નામે એવા લોકો છે જેઓ પોતાનો એજન્ડા ચલાવે છે.
યુઝર દ્વારા શેર કરવામાં આવેલ ફોટો એન્ટરટેઈનમેન્ટ ટાઈમ્સનો છે. આ અહેવાલમાં, કેફે દિલ્હી હાઇટ્સના માલિક વિક્રાંત બત્રાએ જણાવ્યું હતું કે, “અમારા એરપોર્ટના આઉટલેટ્સ પરના ઉત્પાદનોની કિંમત અન્યત્રના આઉટલેટ્સ કરતાં 15-18 ટકા વધારે છે. અમારે એરપોર્ટ આઉટલેટ્સ માટે ખૂબ જ ઉંચુ ભાડું ચૂકવવું પડે છે. ત્યાં રેસ્ટોરન્ટ ચલાવવી ખૂબ મુશ્કેલ છે. અમારે અમુક લાયકાતો (સુરક્ષાના કારણોસર) સાથે સ્ટાફ રાખવાનો છે. તેમનો પગાર અન્ય સ્ટાફ કરતા વધારે છે. સ્ટોરેજ અને ઇન્વેન્ટરી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ વધારે છે. કારણ કે ઈન્વેન્ટરી બહુવિધ સુરક્ષા તપાસમાંથી પસાર થાય છે, જેથી અન્ય રેસ્ટોરન્ટ કે કેફે કરતા ભાવ વધુ હોય છે.