મુકેશ અંબાણીની બરોબરી કરે, એવા છે ત્રણેય વેવાઈઓ! જાણો-કોની પાસે કેટલી સંપત્તિ છે અને સૌથી ધનવાન વેવાઈ કોણ….
દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એશિયાના બીજા સૌથી અમીર મુકેશ અંબાણી છે.
હવે તમે જ વિચાર કરો કે, જે વ્યક્તિ પાસે આટલી સંપત્તિ હોય, તેના સગા વ્હાલઓ પાસે કેટલી સંપત્તિ હશે? આજે અમે આપને જણાવીશું કે મુકેશ અંબાણીમાં ત્રણેય વેવાઈઓ પાસે કેટલી સંપત્તિ છે અને આ ત્રણમાં સૌથી વધારે કોની પાસે છે, તે પણ જાણીશું.
આપણે ત્યાં કહેવાય છે ને કે, એક બાપ કોઈ દિવસ પોતાની દીકરીને નાના ઘરમાં તો નહીં જ મોકલે. મુકેશ અંબાણીને ઘરે અઢળક સંપત્તિ છે, ત્યારે વૈભવશાળી જીવન જીવેલી પોતાની દીકરીનો સંબંધ એવા ઘરમાં કર્યો જ્યાં તેને તમામ સુખ સુવિધાઓ મળી રહે. ઈશા અંબાણીના સસરા સૌથી ધનવાન છે.
ઇશાના લગ્ન આનંદ પીરામલ સાથે થયા હતા. આનંદના પિતા અજય પીરામલની આગેવાની હેઠળનું પિરામલ ગ્રૂપ દેશના સૌથી મોટા કોર્પોરેટ ગૃહોમાંનું એક છે. તેમની કંપની પિરામલ એન્ટરપ્રાઇઝિસ ફાર્મા, હેલ્થકેર અને ફાઇનાન્સિયલ સર્વિસ સાથે સંકળાયેલી છે. પિરામલ ગ્રુપની વિશ્વના 30 દેશોમાં શાખાઓ છે. માત્ર 22 વર્ષની ઉંમરે 1977માં ટેક્સટાઇલ બિઝનેસમાં પોતાની બિઝનેસ સફર શરૂ કરનાર પીરામલે ફાર્મા સેક્ટરમાં એક ખાસ ઓળખ બનાવી છે. કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો, ફોર્બ્સ અનુસાર, અજય પીરામલની કુલ સંપત્તિ આશરે 3. 24,825 કરોડ છે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીના સસરા રસેલ મહેતા રોઝી બ્લુ કંપનીના એમડી છે. જેની ગણતરી વિશ્વની ટોચની ડાયમંડ કંપનીઓમાં થાય છે. ભારતના 26 શહેરોમાં તેના 36થી વધુ સ્ટોર્સ છે. આ સિવાય આજે કંપની વિશ્વના 12 દેશોમાં હીરાનો બિઝનેસ કરે છે. રસેલ મહેતાની અંદાજિત નેટવર્થ 3. 3,000 વધુ છે.
મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના સસરા વિરેન મર્ચન્ટ હેલ્થકેર કંપની એન્કોરના સીઈઓ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ લગભગ 755 કરોડ રૂપિયા છે. અહીં જણાવી દઈએ કે ક્લાસિકલ ડાન્સર તરીકે ઓળખ બનાવનાર રાધિકા તેના પિતાના બિઝનેસમાં પણ મદદ કરે છે. ખરેખર મુકેશ અંબાણીએ પોતાના સંતાનો સંબંધ સમજી વિચારીને જ સારા ઘરોમા કર્યો છે.
આ ત્રણેય વેવાઈઓ અંબાણીની બરોબરી કરે એવા છે. ખરેખર અંબાણી પરિવાર દેશનો એક માત્ર એવો પરિવાર છે, જેની લોક ચાહના દેશભરમાં છે અને લોકોની નજર તેમના પરિવાર પર ટકેલી રહે છે.