India

લોકોની માનવતા મરી ગઈ પણ બસ ડ્રાઈવર સુશીલ કુમારે કર્યું એવુ કાર્ય કે રિષભ પંત બચી ગયો! લોકો પૈસા લૂંટવામાં વ્યસ્ત હતા…

કાલનો દિવસ કાળ બનીને આવ્યો હતો. એકી સાથે ત્રણ દુઃખ ઘટના બની હતી, જેમાં પ્રધાનમંત્રીના માતા હીરાબા અને ફૂટબોલરનું નિધન થયું તેમજ રીષભ પંતનું એક્સિડન્ટ થયું હતું. રિષભ પંત તો મોતના મુખમાંથી બહાર આવ્યો છે. એક તરફ જ્યારે રિષભ ઈજાગ્રસ્ત હતો, ત્યારે લોકો પૈસા લૂંટવામાં વ્યસ્ત હતા, ત્યારે એક વ્યક્તિએ માનવતા દેખાળી હતી. આ વ્યક્તિની ચારો તરફ ચર્ચાઓ થઇ રહી છે.

પંત પોતાની કાર ચલાવીને પોતાના હોમ ટાઉન રૂરકી જઈ રહ્યો હતો. આ દરમિયાન તેને ઝોકું આવ્યું અને તેની કાર ડિવાઈડર સાથે અથડાતાં અકસ્માત થયો. પંતે પોતે જણાવ્યું હતું કે તે વિન્ડ સ્ક્રીન તોડીને બહાર આવ્યો હતો, ત્યારબાદ બાદ બસ ડ્રાઈવરે મસીહા બનીને રીષભ પંતનો જીવ બચાવ્યો હતો. ડ્રાઈવરે પહેલા બસ રોકી અને રિષભ પંતને કારમાંથી દૂર લઈ ગયા અને પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.

સુશીલ કુમાર હરિયાણા રોડવેઝમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે અને આ ઘટના દરમિયાન હરિદ્વારથી આવી રહ્યો હતો. સુશીલે જોયું કે એક કાર દિલ્હી તરફથી આવતી હતી અને લગભગ 60-70ની ઝડપે ડિવાઈડર સાથે અથડાઈ હતી. ટક્કર માર્યા બાદ કાર હરિદ્વાર લાઇન પર આવી આ કારણે બસ પણ ટકરાશે એવું લાગ્યું હતું. કારમાં આગ લાગ્યા પછી તાત્કાલિક જ ડ્રાઇવર રિષભનો જીવ બચાવવા આગળ આવ્યા હતા , આ ઘટના દરમિયાન અન્ય લોકો તો પૈસા લૂંટવામાં વ્યસ્ત હતા.

જયારે રિષભ જમીન પર સૂતો હતો , ત્યારે સુશીલે તેને ઉપાડીને કારમાંથી દૂર લઈ ગયો તેને પૂછ્યું કે અન્ય કોઈ કારની અંદર છે.? રિષભએ કહ્યું કે હું એકલો હતો. હું રિષભ પંત છું. સુશીલ ક્રિકેટ વિશે એટલું જાણતો ન હતો.સુશીલે રિષભને બાજુ પર ઉભો કર્યો અને તેના શરીર પર કોઈ કપડા નહોતા, તેથી સુશીલે તાત્કાલિક રિષભને ચાદરમાં વીંટાળ્યો અને તેનો જીવ બચાવ્યો.

આ સરહાનીય કામગીરી બદલ પાણીપત પહોંચેલા ડ્રાઈવર અને કંડક્ટરનું પાણીપતના જીએમ કુલદીપ જાંગરા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે રિષભ પંતનો જીવ બચાવીને ડ્રાઈવર અને કંડક્ટરે સરહાનીય કામગીરી કરી છે અને માનવતા દેખાળી છે રાજ્યના પરિવહન મંત્રી મૂળચંદ શર્મા સાથે પણ તેમની વાતચીત થઈ છે, તેમણે ડ્રાઈવર અને ઓપરેટરની વિગતો માંગી છે. તેમણે કહ્યું કે સરકાર ડ્રાઈવર અને ઓપરેટરને પણ સન્માનિત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!