દહેજના ત્રાસથી દીકરી આત્મહત્યા કરતા પહેલ પિતાનાં ચિંતા માટે કર્યું આવું કે આંખમાંથી આંસુ આવશે.
એક પિતા માટે તેની દીકરી વ્હાલનો દરિયો હોય છે. પિતા દિકરી માટે કંઈ પણ કરી શકે છે તેમ એક દીકરી ક્યારેય પીતાને દુઃખી નથી જોઈ શકતી બસ આજ કારણે કહેવાય છે કે, દિકરી ખૂબ જ ભાગ્યશાળી ને ત્યાં જ જન્મે છે. આજે આપણે એક એવા કિસ્સાની વાત કરવાનાં જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો.
એક યુવતી સોશિયલ મીડિયામાં પોતાની આપઘાત નો વીડિયો શેર કર્યો અને તેને પોતાના સાસર પક્ષના અત્યાચાર થી આપઘાત કરવાનું પગલું ભર્યું. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, વાયરલ વીડિયોમાં કોમલ રડી રડીને કહી રહી છે કે હું આત્મહત્યા કરવા જઇ રહી છું, સાસરીમાં આવીને ભૂલ કરી, સોરી પપ્પા, મેં તમારી વાત ન સાંભળી. મને લાગતું હતું કે પતિ સુધારી ગયો છે, પરંતુ ફરી મારી સાથે મારામારી કરી. મરતા પહેલા પપ્પાને કહેવા માંગુ છું કે મારા દીકરાનું ધ્યાન રાખજો.
મૃતિકાના પિતા ઉમેશ પ્રસાદે ધનસર પોલીસ સ્ટેશનમાં કોમલના પતિ આલોક પ્રસાદ, આલોકની માતા, બહેન અને બનેવી વિરુદ્ધ કરિયાવર માટે હત્યા કરવાનો આરોપ લગાવતા ફરિયાદ દાખલ કરાવી હતી અને એ પણ કહ્યું કે તેઓ અનેકવાર કરિયાવરની માંગણી કરતા હતાં. વારંવાર કારની માંગણી કરી રહ્યા હતા. ભગવાન આ દીકરીની દિવ્ય આત્મને શાંતિ અર્પે એજ પ્રાર્થના.