રબારી યુવાન ની ગોળી મારી હત્યા કરનાર ઝડપાયો ! હત્યા કરવાનું કારણ માત્ર એટલુ કે જાણી ને ચોંકી જશો.
હાલ ના સમય મા રાજ્ય મા સતત હત્યા અને લુટ જેવા બનાવો સામે આવી રહ્યા છે ત્યારે તા.23 ડીસે.ના રોજ સમી સાંજે વેરાવળમાં એસટી રોડ ઉપર ચા ની લારી પાસે મોપેડ સ્કુટર ઉપર બેસેલા રબારી નિતેશ સરમણભાઇ કટારીયા ની ગોળી મારી હત્યા કરાઈ હતી જેમા હત્યારો નાસી ગયા હતા જ્યારે આ ઘટના મામલે મૃતકના ભાઈ નારણ કટારીયાએ 14 વર્ષ જુના મનદુઃખમાં હત્યા કરી હોવાની રમેશ ઉર્ફે ગોવાળીયા સામે ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે આ ઘટના ની ગંભીરતા ને ધ્યાન મા રાખી સીટી પીઆઈ એસ.એમ.ઈશરાણીના નેતૃત્વમાં પોલીસની જુદી જુદી ટીમોએ તપાસ હાથ ધરી હતી. જેમાં હ્યુમન સર્વેલન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ થકી આરોપી હરીદ્વારમાં હોવાની માહિતી મળતા સ્થાનીક પોલીસની મદદથી આરોપીને ઝડપી લઈ ડીસ્ટાફના પીએસઆઈ સિંધવ, દેવદાનભાઈ સહિતના સ્તફએ ગતરાત્રીના અત્રે વેરાવળ લઈ આવી પુછપરછ હાથ ધરવામાં આવી હતી.
વધુમાં ડીવાયએસપી ખેંગારએ જણાવેલ કે, આરોપી રમેશ ઉર્ફે ગોવાળીયાને મૃતક નિતેશ અને તેના ભાઈ નારણ સાથે વર્ષો અગાઉની માથાકુટનું મનદુઃખ હતુ. બાદમાં સમયાંતરે નિતેશ અને નારણ બંન્ને ભાઈઓ રમેશ ગોવાળીયાને હેરાન પરેશાન કરીને ધંધામાં સેટ થવા દેતા ન હતા. જેનાથી કંટાળી જઈ છેલ્લા અઢી માસથી હત્યા કરવાની ફિરાકમાં આરોપી ગોવાળીયો હતો. તે દરમ્યાન 23 મી ડીસે.ની સાંજે મોકો મળતા નિતેશની હત્યા નીપજાવી હોવાની પ્રાથમિક પૂછપરછમાં કબુલાત આપી હતી.
જ્યારે ઘટના મા વપરાયેલ હથિયાર અંગે પોલીસ પાસે થી જાણવા મળેલ કે આરોપી રમેશ ગોવાળીયો ગત 22 સપ્ટેમ્બરમાં પોતાની બોલેરો પીકઅપ વાહન લઈને માલનું ભાડું કરવા માટે ઉત્તરપ્રદેશ ગયેલ હતો. ત્યારે ઉત્તરપ્રદેશના ઝાંસી-કાનપુર હાઈવે પર ઇટાવા નજીક એક પંજાબી ઢાબા ઉપર કામ કરતા અજાણ્યા વ્યક્તિ પાસેથી રૂ.50 હજારમાં ભારતીય બનાવટની પિસ્તોલ તથા પાંચ ગોળીઓ ખરીદ કરી સાથે લાવ્યો હતો. આ પાંચ ગોળીઓમાંથી એક સ્થળ ઉપર ટ્રાય કરેલ હતી.