લોકો ની નજર સામે જ અકસ્માત થયા બાદ કાર મા બળી ને રાખ થઈ ગયો પટેલ યુવાન ! એક જણા એ બચાવવા ની કોશિશ કરી પણ…
છોટા ઉદેપુરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. વહેલી સવારમાં વેગેનાર કારમાં અચાનક આગ લાગી હતી.આ ઘટનાને આંખે જોનાર વ્યક્તિએ યુવકને બચાવવાની કોશીશ કરી, પરંતુ ચાલક સ્ટેરિંગમાં ફસાઈ ગયો હોવાથી તેને બચાવી શક્યા નહીં. ત્યારબાદ જોતજોતામાં ગાડી અને યુવક બંને બળીને ભડથું થઈ ગયા હતા.
જિલ્લા પોલીસને જાણ કરતા પીઆઈ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મૂળ પાટણના રહેવાસી અને હાલ વડોદરા ખાતે રહેતા હિતેશ મહેશભાઈ પટેલ પોતાની CNG વેગેનાર કાર લઇને વડોદરાથી છોટા ઉદેપુર તરફ જઈ રહ્યાં હતા. ત્યારે તેજગઢ રેલવે ફાટક નજીક ગાડી ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ગાડી ઝાડ સાથે ટકરાઇ હતી. ગાડી CNG હોવાથી ઝાડ સાથે ટકરાતાની સાથેજ આગ લાગી હતી અને ગાડીમાંથી બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો. આમ, હિતેશ ગાડીમાં જ આગની લપેટમાં આવીને ભડથું થઈ ગયો હતો.
આ આગ લાગવાની જાણ આજુબાજુમાં તથા રાહદારીઓને થતા સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં આગ વિકરાળ બની ચૂકી હતી. જેથી સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરતા છોટા ઉદેપુરથી ફાયર ફાઇટર આવી પહોંચી આગ બુઝાવી હતી. ત્યાં સુધીમાં ગાડી બળીને ખાક થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે છોટા ઉદેપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે ગાડીના નંબર પરથી તપાસ કરતા તેમના વાલી વારસાની જાણ થઈ હતી. તેઓ પાટણના માનપુર ખાતેના અને હાલ વડોદરા રહે છે. જેઓ અહીંયા રંગપુર પાસે કોન્ટ્રાક્ટનું કામ કરે છે. તેમનું નામ હિતેશ મહેશભાઈ પટેલ હોવાનું બહાર આવ્યું હતું. કાર સીએનજી કીટ હતી, એટલે તેનું રજીસ્ટ્રેશન થયેલું છેકે કેમ એના માટે અમે તપાસ અર્થે આરટીઓને સ્થળ પર બોલાવી રિપોર્ટ કરવામાં આવશે.