વીજ શોક થી બાળકનો જીવ બચાવવા ગાય માતા એ પોતાના પ્રાણ ત્યજી દીધાં.
કહેવાય છેને કે, માનવજાતિને જેમ દરેક પશુઓમાં લાગણીઓ રહેલી હોય છે, ક્યારેક અનેક જીવો પણ માણસનું કલ્યાણ કરે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગૌ આપણી માતા છે અને તેમની સેવા માટે આપણે સદાય તત્તપર રહેતા હોય છીએ ત્યારે આજે એક એવો કિસ્સો કહેવાનો છે જેમાં ગાય માતા એ એવું કરી બતાવ્યું કે તમે પણ ચોંકી જશો! માણસ તો માણસનો જીવ બચાવે પરતું એક ગાય કોઈનો જીવ બચાવીને પોતાના પ્રણ ત્યજી દેય એ ખૂબ જ ચમત્કારી છે.
વાત જાણે એમ છે કે, થાનગઢની જયઅંબે સૌસાયટી વિસ્તારમાં મંગળવારે સવારે પસાર થતી હેવી વીજ લાઈનની નીચે બાળક પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન પાછળ આવતી ગાયને જીવતો વીજ વાયર તૂટવાનો અણસાર મળતો હોય તેમ આગળ જઈ રહેલ બાળકને ગૌથું મારીને દૂર હડસેલીને તેનો જીવ બચાવી લીધો હતો.
પરતું ગાયને પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો અને ખરેખર આ જોઈને સૌ કોઈનું હૈયું દ્રવી ઉઠ્યું હતું.
આપણે અવારનવાર સૌ જાણીએ છે કે ગા યને બચાવો, ગાય તમને બચાવશે, તેવો ઉદગારો લોકડાયરા અને સંતવાણીમાં સાહિત્યકારો અને ભજનીકોના મુખેથી સાંભળવા મળે છે અને ખરેખર આ શબ્દ સાચા પણ પડ્યા.
સૌ કોઈએ આ ગાયને ભાવપૂર્ણ શ્રધાંજલિ પણ પાઠવી.
અનાચક બનેલી આ ઘટનાનાં પગલે રાહદારીઓ અને રહીશોનું ટોળુ કુતુહલવશ એકઠુ થઈ ગયુ હતુ. ઘટના મામલે બાળક મથુરના પિતા વિરજીભાઈએ જણાવ્યુ હતુ કે, ગાયે મારા બાળકને ગોથુ મારીને દૂર હડસેલી દીધો ન હોત તો તેનુ જીવતા મુખ જોવા ન મળત, ગાયે પોતાનો પ્રાણ આપીને મારા બાળકના પ્રાણ બચાવી લીધા છે. મૃત્યુ પામેલ ગાય માતા ગાભણી હોવાનું ખુલવા પામ્યું છે, ખરેખર ધન્ય છે એ ગાય માતાને આ પરથી એ શીખવા મળે છે કે, માનવમાં જ માનવતા નથી પરતું દરેક જીવમ માનવતા છે.