200 વર્ષ પૂર્વ સ્વામિનારાયણ કહેલ આ વચનો આજે સાચા પડયા છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણ અંનત જીવોના કલ્યાણ અર્થે પૂર્ણ પુરુષોત્તમ રૂપી અવતાર ધર્યો અને તેમના જીવનકાળ દરમીયાન હરિભક્તોનું જીવન ધન્ય બનાવવા મહારાજે પોતાનું જીવન સમર્પિત કર્યું સાથો સાથ તેમણે જીવન જીવવા માટે હરિભક્તોને શિક્ષાપત્રીની ભેટ આપી જેમાં ગૃહસ્થી જીવન અને ત્યાગી જીવન કંઈ રીતે જીવવું અને શું ન કરવું શું કરવું જોઈએ તેવી અનેક વાતો મહારાજે કહી છે જે સર્વ હરિ ભક્તો તેમને અનુસરે છે. સા સિવાય મહારાજે વચનામૂર્તની ભેટ આપી જેમાં તેમના જીવનકાળ દરમિયાન અનેક ઉપદેશની વાતો તેમજ ભવિષ્યની વાતો કહેલી છે.
આજે આપણે એક એવી જ વાત કરવાની છે આજના સમયમાં પણ સાચી જ પડી છે. વચનામૂર્ત એ જ્ઞાનનું સાગર છે જેમાં અઢળક વાતો મહારાજે કહી છે આ લોકની પરલોકની તેમજ કાળક્રમે જે ઘટના બનાવની છે તેમની વાતો કહી છે, અતિ પવિત્રગ્રંથમાં ભગવાને મુખેથી નીકળીએ આ વચનોઅમૃત મય છે.
ભગવાન સ્વામિનારાયણ આ વૈજ્ઞાનિક સિદ્ધાંત ઉચ્ચારી ગયા: “તે મને સર્વે બેરાગીએ કહ્યું જે, ‘તાંદળજાની લીલી ભાજી તોડો.’ ત્યારે મેં કહ્યું જે, ‘એમાં તો જીવ છે તે અમે નહીં તોડીએ.’ પછી એક જણે તરવાર ઉઘાડી કરીને ડારો કર્યો તો પણ અમે લીલી ભાજી ન તોડી, એવો અમારો દયાવાળો સ્વભાવ છે.”(વચ. મ.૬૦) આધુનિક યુગમાં રૂધરફોર્ડ મોડલ તરીકે ઓળખાતા પ્રયોગો દ્વારા એવું પૂરવાર થયું કે અણુ પણ તૂટી શકે છે અને તે અણુમાં નર્યો અવકાશ જ અવકાશ છે. અણુમાં અલ્પ નક્કર ભાગ સિવાય બાકી બધુ આકાશ છે. આધુનિક અણુ વિજ્ઞાની રૂધરફોર્ડ કરતાં 99 વર્ષ પૂર્વ ભગવાન સ્વામિનારાયણે આ સિદ્ધાંત આપ્યો હતો.
3876 કિમીનો વ્યાસ ધરાવતો ચંદ્ર નાનો જણાય જેમ-જેમ તેની નજીક જઈએ તેમ તેમ મોટો થતો જાય અને ચંદ્ર પર જતાં તો 3876 કિમી લાંબો પહોળો ચંદ્ર નજર પણ ન પહોંચે તેવો મોટો જણાય. ચંદ્ર માટે અનેક પરિકથાઓ જ અસ્તિત્વમાં હતી ત્યારે ભગવાન સ્વામિનારાયણે વૈજ્ઞાનિકોથી 148 વર્ષ પહેલાં ચંદ્રની સમીપે જવાથી મળતા વાસ્તવિક દૃશ્યની વાત કરી છે:
“જેમ પૂનમના ચંદ્રમાનું મંડળ હોય તે આંહીંથી તો નાની થાળી જેવું દેખાય છે, પણ જેમ જેમ એની સમીપે જાય તેમ તેમ મોટું મોટું જણાતું જાય. પછી અતિશય ઢૂંકડો જાય ત્યારે તો દૃષ્ટિ પણ પહોંચી શકે નહીં, એવું મોટું જણાય.” (વચ. સા. ૧૭) કોઈ વૈજ્ઞાનિક ઉપકરણોની મદદ વિના, અભ્યાસ વિના પણ ભગવાન સ્વામિનારાયણે કહેલી દરેક વાત આધુનિક વિજ્ઞાન સાથે કેટલું સામ્ય ધરાવે છે,ખરેખર આ ખૂબ જ ચમત્કારી નહીં પણ સત્યતા છે, જીવનમાં વચનામૂર્ત જરૂર પઠન કરવું જોઈએ.</