India

ગજબ ની પ્રેમ કહાની ! પત્ની IPS અને પતિ IAS બન્ને વચ્ચે પ્રેમ થતા દેશ સેવા સાથે અનોખી રીતે લગ્ન કર્યા…

લોકો દ્વારા કહેવામાં આવતું હોય છે કે ભગવાન જોડી બનાવીને મોકલતા હોય છે કોઈના હાથમાં કઈ હોતું નથી.દરેક લોકોને પોતાનો જીવનસાથી નસીબ થી જ મળતો હોય છે.જેના નસીબમાં જે લખ્યું હસે તે તેને મળીને જ રહેશે.હાલમાં સોશિયલ મીડિયામાં એક એવી જોડી જોવા મલી છે જે જોઈ દરેક લોકો હેરાન રહી ગયા છે. હાલમાં એક IAS અને IPS અધિકારી ની જોડી બહુ જ ચર્ચામાં જોવા મળી આવી છે. જેમાં આઈએએસ તુષાર સિંગલા અને આઇપીએસ નવજ્યોત સિમી ની લવ સ્ટોરી બહુ જ ચર્ચામાં આવી રહી છે.

આ સાથેજ તેમના લગ્ન પણ બહુ જ ચર્ચામાં રહયા હતા. બીજા ઓફિસરો ની જેમ આ બંને ની મુલાકાત પણ LBSNAA માં થઈ નહોતી પરંતુ એકબીજા ને ઓળખી ને અને સમજીને થઇ હતી.એકબીજા ને થોડા સમય માટે ડેટ કર્યા હતા અને ત્યાર બાદ થોડી મુલાકાતો પછી તેઓ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. ડો.નવજ્યોત સિમી પંજાબ ના ગુરદાસપુર ની રહેવાસી છે તેમને બાબા જસવંત સિંહ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ માં અને રિસર્ચ સેન્ટર થી બેચલર ઓફ ડેન્ટલ સર્જરી ની ડિગ્રી હાસીલ કરી છે.

જ્યારે ડોક્ટર નું ફિલ્ડ માં કોઈ ખાસ મજા ના આવી ત્યારે તેમને UPSC ની પેક્ષા ની તૈયારી કરવાનું શરુ કરી દીધિ આને વર્ષ 2016 માં તેમને પહેલા પ્રયત્ન માં નિષ્ફળતા મળી હતી. પરંતુ તેમને હાર ના માની અને વર્ષ 2017 માં ડબલ તૈયારી કરવા લાગી અને સાથે જ સિવિલ સર્વિસ પરીક્ષામાં પણ આગળ વધી, અને અંતમાં તેને 2018 ની સાલ માં IPS ઓફિસર બની ગઈ.

ત્યાં જ IAS તુષાર સિંગલા પંજાબ ના બરનાળા ના નિવાસી છે અને તેમને IIT દિલ્લી થી પોતાનો અભ્યાસ કર્યો છે અને વેસ્ટ બંગાળ માં તેઓ હાલમાં નોકરી કરે છે. IAS તુષાર સિંગલા 2015 ની બેન્ચ ના અધિકારી છે. પંજાબ ના ગુરદાસપુર ન નવજ્યોત સિમી આઇપીએસ ટ્રેનિંગ માટે પસંદગી થયા હતા ત્યારે બંને વચ્ચે સામાન્ય મુલાકાત થઇ હતી. આઇપીએસ નવજ્યોત સિમી અને આઈએએસ તુષાર સિંગલા ની લવ સ્ટોરી બહુ જ રોચક છે. આ બને ની સામાન્ય ઓળખ ધીમે ધીમે દોસ્તી માં પરિવર્તન થઇ ગઈ.

તે બંને ને એકબીજા સાથે વાત કરવાનું પસંદ આવવા લાગ્યું અને દરેક વાતો શેર કરવા લાગ્યા. અને અંત માં બંને એકબીજા ને પસંદ કરવા લાગ્યા અને ત્યાર બાદ થોડી મુલાકાતો પછી બંને ને પ્રેમ થઇ ગયો અને તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. આઈપીએસ નવજ્યોત સિમી બિહાર કેદર માં છે આઈએએસ તુષાર સિંગલા ની સાથે તેની પહેલી ડેટ પણ પટના ના એક રેસ્તોરાંત માં થઇ હતી. જ્યા બંને એ ડિનર માં સૂપ અને મેન કોર્સ જમતા જમતા બંને એ ભવિષ્ય માં સાથે રહેવાનું નકી કર્યું

આ બંને એકબીજાની જવાબદારી અને સરકારી નોકરી ની જવાબદારીઓ બખૂબી જાને છે. આ બંને એકબીજા ના દરેક નિર્ણય માં ભરોસો રાખે છે. અને આથી જ આ બંને ને લોન્ગ ડિસ્ટન્સ લગ્ન પણ સફળ રહયા છે. આઈએએસ તુષાર સિંગલા અને આઇપીએસ નવજ્યોત સિમી બંને પોતાના બીજી શેડ્યુલ માં બંને પોતાના લગ્ન માટે સમય કાઢી શકતા નહોતા. એવામાં 14 ફેબ્રુઆરી 2020 ના વેલેન્ટાઈન ડે ના અવસર પાર નવજ્યોત સિમી વેસ્ટ બંગાળ પહોંચી હતી અને ત્યાં જ થોડા નજીક ના લોકો ની હાજરી માં આઈએએસ તુષાર સાંગલા ની સાથે ઓફિસ માં જ રજીસ્ટર્ડ મેરેજ કરી લીધા હતા. અને આ જ સામાન્ય અને મફત માં થયેલા લગ્ન ની ચર્ચા આજે આખા દેશમાં થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!