જૂનાગઢના રાજ ભારતી બાપુએ માથા પર ગોળી મારી મૌતને વ્હાલું કરી લીધું ! ખુબ ચોંકાવી દેતું કારણ સામે આવ્યું, ઓડિયો વિડીયો….
ખેતલીયા આશ્રમના મહંત રાજ ભારતી બાપુએ હાલ પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે તેવા સમાચાર સામે આવ્યા છે. આત્મહત્યા કરવા પાછળનું શું કારણ હશે તે અંગેની તો કોઈ ખાસ હકીકત સામે આવી નથી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે થોડાક દિવસો પેહલા બાપુના અમુક વિવાદિત વિડીયો અને ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સંતો રોષે ભરાયા હતા.
કથિત રૂપે કહેવામાં આવી રહ્યું છે કે વિવાદિત ઓડિયો થતા વિડીયો વાયરલ થતા રાજ ભરતી બાપુના અનુયાયીઓ અને સંત સમાજ રોષે ભરાયો હતો અને વિરોધ પણ દર્શાવ્યો હતો, આ બાબથી તણાવમાં આવી ગયેલ રાજભારતી બાપુએ આત્મહત્યા કરી હોય તેવું ન્યુઝ 18 ગુજરાતીના એહવાલ અનુસાર સામે આવ્યું છે. રાજ ભારતી બાપુના થોડા દિવસો પેહલા જ દારૂ પિતા વિડીયો વાયરલ થયા હતા.
એવામાં રાજભારતી બાપુએ લાઇસન્સ રિવોલર વડે માથા પર ગોળી મારીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ પુરી ઘટના અંગેની તપાસ હાથ ધરી હતી.રાજ ભારતી બાપુએ પોતે જ બંધુક લઈને માથામાં ગોળી મારી દીધી હતી જે બાદ તેઓ લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડતા લોકો દોડી આવ્યા હતા.
અહીં પોહચેલા લોકોએ બાપુને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા હતા જ્યા સારવાર પેહલા જ તેઓનું મૃત્યુ નિપજતા ભારે ચકચાર મચી જવા પામ્યો હતો. આ ઘટનાને પગલે પોલીસે પણ કડક કાર્યવાહી શરૂ કરે છે, શું આ એક આત્મહત્યા જ છે? આત્મહત્યા છે તો આત્મહત્યાનું શું કારણ હશે, તે અંગે કોઈ ખુલાસો તો આખી ઘટનાની તપાસ બાદ જ થશે.