Gujarat

સુરત પોલીસને હાથે લાગી મોટી સફળતા! આટલા લાખો રૂપિયા ઈ સિગારેટ ઝડપી પાડી….

સુરત શહેરમાં અનેક પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે હાલમાં જ સુરત પોલીસ દ્વારા શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નશાનો વેપલો કરતા ઇસમોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છેઆ અંતર્ગત હાલમાં એસઓજીએ પ્રતિબંધિત 3.27 લાખની પ્રતિબંધિત ઈ- સિગારેટ વેચાણ કરતા ઈસમને ઝડપીપાડ્યો છે. ચાલો આ ઘટના વિશે વિગતવાર જાણીએ.

આજના સમયમાં યુવાનો ઇ સિગારેટના દીવાના થયા છે. ત્યારે હાલમાં જકેટલાક વિસ્તારમાં આવેલા કેટલાક પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ-સીગરેટનું ચોરી છુપીથી વેચાણ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા આવા વિક્રેતા દુકાનદારોને શોધી કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.

સુરતમાંથી વધુ એક વખત પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો છે. એસઓજી પોલીસે ધર્મ કૃતિ આર્કેડમાં આવેલી ” જી-ડીલ્સ” માં રેડ કરી આરોપી મુનાવર હનીફ નુરાનીની ધરપકડ કરી હતી. પોલીસે દુકાનમાંથી પ્રતિબંધિત અલગ અલગ કંપનીની અલગ અલગ ફ્લેવર્સની ઈ સિગારેટ, અલગ અલગ કંપનીના અલગ અલગ ફલેવરો મળી કુલ 3.27 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

આ ઘટનામાં ઝડપાયેલા આરોપી સામે અઠવા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ અગાઉ પણ અડાજણમાં બે જગ્યાએ એસઓજી પોલીસે દરોડો પાડી 17.32 લાખની ઈ – સિગારેટનો જત્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!