Gujarat

વિચિત્ર સંજોગ એક બાપું ના ત્રણ શિષ્યોનું અકાળે મૃત્યુ થયા !રાજભારતીબાપુ નું આ સપનું પુરુ થાય એ પહેલા જ મોત થયું…

હજી કાલે જ જૂનાગઢમાંથી મોટા સમાચાર સામે આવ્યા હતા જેમાં રાજભારતી બાપુએ પોતાના માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી, અમુક વિવાદિત ઓડિયો કલીપ સામે આવતા મહંતો રોષે ભરાયા હતા. એવામાં આ વાતના દબાણમાં આવીને તેઓએ આત્મહત્યા કરી હોવાનું હોય તેવું સામે આવી રહ્યું છે. આજના આ લેખના માધ્યમથી અમે જણાવશું કે રામભારતી બાપુના ત્રણ શિષ્યોનું અકાળે જ મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે મૂળ ગુજરાતના નહીં પણ અન્ય રાજ્યમાંથી 10થી12 વર્ષીય બાળકો ગુજરાત આવ્યા હતા.

અહીં તેઓએ ઉપલેટામાં અખંડઆનંદ ભારતીબાપુ પાસે સન્યાસ ગ્રહણ કર્યો હતો, આ ત્રણ બાળકો બીજું કોઈ નહીં પણ કાળુબાપુ,રામભારતી બાપુ અને રાજભારતી બાપુ જ હતા. ભારતીબાપુના હાલ આ ત્રણેય શિષ્યોના અકાળે મૃત્યુ થવા પામ્યા છે. જણાવી દઈએ કે આ ત્રણ સાધુમાંથી રામભારતી બાપુની જૂનાગઢ વિવાદમાં હત્યા કરી દેવામાં આવી હતી જયારે કાળુંબાપુનું કોરોનામાં મૃત્યુ થયું હતું અને રાજભારતી બાપુએ આત્મહત્યા કરી લીધી હતી.

રાજભારતી બાપુ અંગે હાલ અનેક એવા ખુલાસાઓ થઇ રહ્યા છે જે ચોંકાવી દેતા છે, તેઓના જ એક મિત્રએ જણાવ્યું કે તેઓને ગુજરાતી બોલતા પણ આવતું હતું નહીં. જયારે રાજભારતીબાપુ તથા તેઓના મિત્રો કાળું બાપુ અને રામભારતી બાપુ ઉપલેટા આશ્રમ આવા ત્યારે તે કોઈ વાત સમજતા હતા નહીં. પરંતુ ધીરે ધીરે સમય જ જતા જ તેઓએ જૂનાગધીમા અલગ અલગ આશ્રમોની શરૂઆત કરી હતી. આ આશ્રમોમાં મહાકાળીધામ નામનું આશ્રમ રાજભારતીબાપુનો હતો.

રામભારતી બાપુની હત્યા થતા તમામ જગ્યાની જવાબદારી રાજભારતી બાપુએ સાંભળી હતી જયારે અન્ય આશ્રમોની જવાબદારી અન્ય મહંતોને આપવામાં આવી હતી. રાજભારતી બાપુનું એક સપનું હતું કે તેઓ ભગવાન હનુમાનજીનું મંદિર બનાવે, આ માટે તેઓએ સુરેશભાઈ બજાણિયાને પણ ફોન કરીને મંદિરમાં પીપળા નજીક હનુમાનજીનું મંદિર બનાવાનું કહી દીધું હતું. જે બાદ કાંકરી સહીતની વસ્તુઓ પણ આવી ગઈ હતી પણ પછીના દિવસે સવારે જ તેઓએ આત્મહત્યા કરી લેતા તેઓનું આ સ્વપ્ન અધૂરું રહી ગયું હતું.

રિપોર્ટ અનુસાર સામે આવ્યું છે કે ખેતલીયાબાપા મંદિરમાં રાજભારતીબાપુએ સવારે 10:30 કલાકે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી જે બાદ તેઓના અનુયાયીઓ શોકમય બન્યા હતા. હાલ તો રાજભારતી બાપુને જ્યા કાળુંબાપુને સમાધિ આપવામાં આવી હતી ત્યાં જ તેઓની સમાધિની તૈયારીઓ શરૂ થઇ રહી છે. અચાનક જ રાજભારતી બાપુએ આત્મહત્યા કરી લેતા અનેક વિવાદિત કારણો સામે આવ્યા હતા.

ડો.જ્યોતિરથબાપુએ રાજભરતી બાપુ અંગે મોટો ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે જૂન મહિનાની અંદર રાજભારતી બાપુએ એક દીકરીને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. એવામાં હવે એક કે બે દિવસમાં જ ફરિયાદ નોંધાવાની જ હતી ત્યાં રાજભારતી બાપુએ બદનામીના ડરથી જ પોતાનું જીવન સંકેલી લીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!