સુરત મા આ ઠગ ટોળકી લોકો ને એવી રીતે નકલી નોટો પોરવી દેતા કે ભલભલા ગોથું ખાઈ જાય ! કુલ 4 કરોડ ની નકલી નોટો
સુરત મા આ ઠગ ટોળકી લોકો ને એવી રીતે નકલી નોટો પોરવી દેતા કે ભલભલા ગોથું ખાઈ જાય ! આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે, આખરે આ બનાવ કઇ રીતે બન્યો અને પોલીસે શું પગલાં ભર્યા હતા. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,
સુરતના અમરોલી વિસ્તારમાં 99 શોપિંગ કોમ્પલેક્ષમાં અસલી નોટોમાં થોડી ઓરિજનલ નોટ મૂકી નીચે ચિલ્ડ્રન બેન્કની નોટ પધરાવતા હતા.
લોકોનો સંપર્ક કરીને જે તે જગ્યા ઉપર મળવાનું કહી વાતચીત કરતા અને ત્યારબાદ પોલીસ આવી જશે. તેવો ડર બતાવીને ઝડપથી નોટના બંડલ ભરેલી બેગની આપલે કરીને નાસી જતા હતા.આ ઘટના અંગે પોલીસને જાણ થતાં જ તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યું હતું.
એસઓજી અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં છ ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી મુદ્દામાલ ઝડપી લીધો હતો. જેમાં 4,85,35,000ની રૂપિયા 2000 અને 500ના દરની નોટો ઝડપી પાડવામાં આવી હતી. તેમજ આરોપીઓ પાસેથી 50 ગોલ્ડ અને 10 સિલ્વરની લગડીઓ પણ મળી આવી હતી.
પોલીસે આ નોટોના કાંડ જણાવ્યું હતું કે, આરોપીઓ નોટનાં બંડલ આપતા હતા. તેમાં ઉપર અને નીચે ઓરિજનલ નોટ મૂકી દેતા અને વચ્ચેના ભાગે ડુપ્લિકેટ 2000 અને 500ના દરની નોટો મૂકતા હતા. આ નોટો પધરાવી દેવા માટે તેમણે અલગ અલગ પાર્ટીઓ સાથે વાતચીત શરૂ કરી હતી.
પ્રાથમિક પૂછપરછ મુજબ હજુ સુધી કોઈ મોટી ડીલ તેમના દ્વારા કરવામાં આવી ન હોવાનું આરોપી જણાવી રહ્યા છે. આરોપીઓ સેથી અસલી અને નકલી નોટો જપ્ત કરી લેવામાં આવી છે. સાથે જ સોનાની અને ચાંદીની લગડીઓ પણ જપ્ત કરવામાં આવી છે. હાલ ઝડપાયેલા આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.