મહીલાને દુખ દુર કરી દેવાના બહાને આશ્રમ ચલાવતા શખસે શારીરિક સંબંધ બાંધ્યા ! ગર્ભ ના ધારણ કરી શકતી હોવાથી આશ્રમ..
આજના સમયમાં અંધશ્રદ્ધાની આડમાં અનેક લોકો જીવન બરબાદ કરી નાખે છે. મોટેભાગે ધૂતારાઓ લોકોની આસ્થા અને વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવે છે. હાલમાં જ એક ચોકવારો ખુલાસો સામે આવ્યો છે. મહીલાઓને દુખ દુર કરી દેવાના બહાને આશ્રમ ચલાવતા શખસે શારીરિક સંબંધ બાંધ્યા ! ગર્ભ ના ધારણ કરી શકતી હોવાથી આશ્રમ દ્વારા જાણવા મળ્યું છે કે, પંચમહાલના હાલોલ નજીક ટીંબીમાં આશ્રમ ચલાવતા એક શખસની શનિવારે એક મહિલા પર બળાત્કાર ગુજારવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.
મહિલાનો આરોપ છે કે તે તેના પતિ સાથે આ શખસને મળવા માટે ગઈ હતી, કારણ કે તે ગર્ભ ધારણ કરી શકતી નહોતી. આરોપી કૃષ્ણકુમાર ત્રિવેદી દ્વારા ચલાવવામાં આવતા રામટેકરી નામના આશ્રમમાં શુક્રવારે આ ગુનો થયો હોવાનો આરોપ છે. આ આશ્રમમાં અનેક લોકો મુલાકાત લેવા માટે આવે છે. મોટાભાગના લોકો પોતાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ આશ્રમમાં આવતા હોય છે.
ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ એસ.બી. કુંપાવતે જણાવ્યું કે, મહિલાએ તાજેતરમાં આશ્રમની મુલાકાત લીધી હતી અને કૃષ્ણકુમાર ત્રિવેદની મદદ માગી હતી, કારણ કે તે બાળકને જન્મ આપવા માટે સક્ષમ નહોતી. ત્રિવેદીએ મહિલાને ફરીથી શુક્રવારે ધાર્મિક વિધિ કરવાનું કહીને બોલાવવામાં આવી હતી. એક ધાર્મિક વિધિ કર્યા પછી ત્રિવેદીએ કથિત રીતે મહિલાના પતિને રુમમાંથી બહાર નીકળી જવા માટે કહ્યું હતું.
મહિલાએ આરોપ લગાવ્યો છે કે ધાર્મિક વિધિના નામે ત્રિવેદીએ તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. ત્રિવેદીએ આ વાત કોઈને ન કરવાનું પણ મહિલાને જણાવ્યું હતું. જો કે, મહિલાએ ઘરે પહોંચીને તેના પતિને ઘટના અંગે જણાવ્યું હતું, એવું ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ કુંપાવતે જણાવ્યું હતું. એ પછી મહિલાએ હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પતિએ 10 ટકા વ્યાજે 3 લાખ લીધા હતા, અવસાન બાદ વ્યાજખોરોએ વાડજની મહિલાનું જીવતર ઝેર કરી નાખ્યું.
જ્યારે મીડિયાકર્મીઓ દ્વારા હાલોલ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ત્રિવેદીએ કહ્યું કે, આ ઘટના તેની વિરુદ્ધ કાવતરું છે. તેણે દાવો કર્યો કે તેમની વિરુદ્ધ કોઈ પણ જાતના પુરાવા વગર ફરિયાદ નોંધવામાં આવી છે. કુંપાવતે જણાવ્યું હતું કે, ત્રિવેદી મૂળ ઉત્તર પ્રદેશનો છે. ત્રિવેદી વિરુદ્ધ અન્ય કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી.