સુરત મા પાટીદાર યુવાને આપઘાત કરી જીવન ટુકાવી લીધુ ! મરતા પહલા માતા ને વોટ્સએપ પર મેસેજ કર્યો કે “..
આત્મહત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ સુરત શહેરમાં ખુબ જ દુઃખ બનાવ બન્યો છે,સુરતમાં આત્મહત્યાની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં 18 વર્ષીય યુવકે અને સારોલી વિસ્તારમાં BHMSના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.
18 વર્ષીય યુવકે પોતાની માતાને વોટ્સએપ પર સોરી મમ્મી લખી આપઘાત કરી લીધો જ્યારે મેડિકલના વિધાર્થીએ સુસાઈડ નોટ લખી દસમા માળેથી નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના અંગે જાણવા મળ્યું હતું કે, સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતા 18 વર્ષીય હાર્દિક ઝડફીયા નામના યુવકે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આપઘાત પહેલા તેણે પોતાની માતાને વોટ્સએપ પર સોરી મમ્મી લખીને મેસેજ કર્યો હતો અને બાદમાં તેણે આ પગલું ભરી લીધું હતું. આ સમગ્ર મામલે ખટોદરા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
મૃતકના ભાઈ અજયે જાણાવ્યું હતું કે હું નોકરી પરથી ઘરે ગયો હતો અને ઘરે જઈને જોયું તો ભાઈ લટકતો હતો. મેં નીચે ઉતારી માતાને જાણ કરી હતી. તેણે સ્કૂલ પણ છોડી દીધી હતી. 4 દિવસ પહેલા જ તેનો જન્મદિવસ હતો અને 18 વર્ષ પુરા થયા હતા. તેણે મમ્મી પાસે પૈસા માંગ્યા હતા. મમ્મીએ પૈસા નથી તેમ જણાવ્યું હતું અને ત્યારબાદ તેણે મમ્મીને સોરી લખીને મેસેજ મોકલી આપઘાત કરી લીધો હતો. મમ્મીએ તેને કહ્યું હતું કે મારી ઉંમર થઇ ગઇ છે કંઈક સહારો આપો બસ એટલું જ કહ્યું હતું.હાલમાં આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
સારોલી વિસ્તારમાં રહતો BHMSનો વિદ્યાર્થી મૂળ અમરોલી જિલ્લાના રાજુલા તાલુકાના બર્બટાણા ગામનો વતની આશિષ મહેશભાઈ કલસરિયા (ઉ.વ.19) 5 દિવસ પહેલા સુરત આવ્યો હતો અને સુરતના સારોલી વિસ્તારમાં આવેલા નેચરવેલી હોમ્સ ખાતે સબંધીને ત્યાં રહેતો હતો. તેણે ભટાર સ્થિત કોલેજમાં બીએચએમએસમાં એડમિશન લીધું હતું પરંતુ કોલેજ અને હોસ્ટેલની વ્યવસ્થા થાય ત્યાં સુધી તે સબંધીના ઘરે રહેતો હતો.
સારોલી સ્થિત સબંધીના ઘરે 10માં માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બે વર્ષ પહેલા ભાઈનું અકસ્માતમાં મોત થયું હતું અને ત્યારથી તે ડીપ્રેશનમાં હતો. તેના પિતા વતનમાં ખેતી કામ કરે છે. સુરતમાં તે 5 દિવસ પહેલા જ આવ્યો હતો. આશિષે આપઘાત કરતા પહેલા એક લખાણ લખ્યું હતું જેમાં તેણે લખ્યું હતું કે કોઈના કારણે હું મરતો નથી મારી ઈચ્છાથી મરું છું, હું કોઈના દબાવમાં નથી હું માનસિક બીમારીથી ત્રસ્ત છું, હેરાન છું. સ્યુસાઇડ નોટ અને તપાસ દ્વારા જાણવા મળ્યું કે આશિષ માનસિક તણાવમાં રહેતો હોવાથી આ પગલું ભર્યું છે. આ સમગ્ર મામલે સારોલી પોલીસે તપાસ હાથ ધરી છે.