ત્રણેય સગાભાઈનું કોરોના લીધે નિધન થયું,ત્યારબાદ પરિવારમાં આવી મોટી આફત.
કોરોના લીધે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે એ સ્વજનો દુઃખ તો આપણે ન સમજી શકીએ પરતું અનેક પરિવારની દુઃખની વાતો સાંભળીને આપણે સૌ કોઈની આંખો નમ થઈ જશે. આજે આપણે એક એવી જ સત્ય ઘટના વિશે જાણીશું કે તમે સૌ કોઈ ચોંકી જશો. વાત જાણે એમ છે કે, કોરોના લીધે અનેક પરિવાર સભ્યો એક સાથે જીવ ગુમાવ્યા છે, જેમાં કોઈ પતિ, પત્ની, ભાઈ, બહેન, દાદા, દાદી, મામા, મામી, કાકા, કાકી, ભાઈબંધ એવા અનેક સંબંધો હશે જેલોકો ગુમાવ્યા જ હશે પરંતુ આજે એક પરિવાર ત્રણેય ભાઈ જીવ ગુમાવ્યો.
રાજકોટમાં રમેશ જનરલ સ્ટોર ધરાવતા પરિવારના ત્રણ સગાભાઇઓનું મોત થયું હતું. મહત્ત્વની વાત એ છે કે થોડા દિવસો પહેલાં જ સિંધી સમાજના પન્નાલાલ ફ્રુટવાળાના ત્રણ ભાઈઓના મોત થયા હતા અને હવે રમેશ જનરલ સ્ટોર ધરાવતા ત્રણેય ભાઈઓ પણ સિંધી સમાજના જ છે તેથી સિંધી સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ કુંદનાની પરિવાર પાકિસ્તાનથી નિરાશ્રિત થઈને રાજકોટમાં કાયમી વસવાટ કરતો હતો અને તેઓ પોતાના સ્વભાવ અને ધંધાની ઈમાનદારીના કારણે રાજકોટના લોકો સાથે ખૂબ જ હળીમળીને રહેતા હતા.કુંદનાની પરિવારના ત્રણ સભ્યોનો ભોગ કોરોનાએ લીધો તો તરફની મ્યુકોરમાઈકોસિસનો રોગ પણ કુંદનાની પરિવારમાં જોવા મળ્યો કારણ કે, અર્જુન કુંદનાની બાદ તેમના ધર્મ પત્ની નીતા કુંદનાની કોરોના સંક્રમિત થયા હતા અને પ્રાઇવેટ હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. કોરોનાની સારવાર બાદ તેઓ સાજા થઇ ગયા હતા પરંતુ સાજા થયા બાદ તેમને મ્યુકોરમાઈકોસિસનું ઇન્ફેકશન થયું અને હાલ તેમને મ્યુકોરમાઈકોસિસની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનની જરૂર છે.