જુઓ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહજી જાડેજાના અને ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજાના પુત્ર કુંવર ચિ, જયોતિરાદિત્યસિંહ ( ગણેશભાઈ ) ગોંડલના લગ્ન નો ખાસ વિડીઓ
હાલમાં ચારો તરફ લગ્નનો માહોલ છે ચાલી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રનું અતિ પ્રિય ગણાતા ગોંડલ શહેરમાં અતિ ભવ્ય લગ્ન યોજાયા હતા. ક્ષત્રીય સમાજના આગેવાન અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયારાજસિંહજી જાડેજાના અને ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજાના પુત્ર કુંવર ચિ, જયોતિરાદિત્યસિંહ ( ગણેશભાઈ ) ના લગ્ન ભલગામડા નિવાસી પ્રદિપસિંહજી ઝાલાની કુંવરીબા ચિ. રાજલક્ષ્મીબા સાથે તા. ૧૪ ફેબ્રુના રોજ થયા હતા અને આ લગ્ન અતિ ભવ્ય અને જાજરમાન હતા.
આ જાજરમાન લગ્નોત્સવનો આરંભ ૧૨ ફેબ્રુઆરીને રવિવારે ૬ કલાકે વેલ પ્રસ્થાન, ૭.૩૦ કલાક ગણેશ સ્થાપના, ૮ કલાકે પાટે બેસાડવાનું શુભ મુહુર્ત, ૯.૦૦ કલાકે મંડપ મુહૂર્ત, સાંજે ૮ કલાકે ભોજન સમારંભ, ૧૦.૦૦ કલાકે ડાયરો, ૧૩ ફેબ્રુઆરીને સોમવારે ૯.૦૦ કલાકે ગૃહ શાંતિ- યજ્ઞ, રાત્રે ૮.૩૦ કલાક દાંડીયા રાસ, ૧૪ ફેબ્રુઆરી રાત્રે ૭.૩૦ ક્લાકે સામે ચડવાનું શુભ મુહુર્ત અને ૧૪ ફેબ્રુઆરી રાત્રે ૧૦,૩૦ કલાકે હસ્ત મેળાપ યોજાયેલ.
આ લગ્ન પ્રસંગમાં લોક ડાયારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના તમામ નામાંકિત કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં પહેલીવાર એવું બન્યું હતું કે, કિર્તીદાન ગઢવી, ઓસમાણ મેર, કિંજલ દવે, રાજભાઇ ગઢવી, બ્રીજરાજદાન ગઢવી, જીગ્નેશ કવીરાજ, જીતુદાન ગઢવી, હરેશભાઈ, સારસાગરદાન ગઢવી આ ઉપરાંત અન્ય કલાકારો એકી સાથે સ્ટેજ પર જોવા મળ્યા હોય.
આ લગ્નની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, ત્યારે હાલમાં જ એક રિલ્સ પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં ગણેશભાઈના લગ્નની ઓછેરી ઝલક જોવા મળી રહી છે. ખરેખર આવા ભવ્યતિ ભવ્ય લગ્ન ક્યારેય પણ ગોંડલ શહેરમાં નહિ યોજાયા હોય. રિલ્સમાં તમે જોઈ શકો છો કે એક રાજા જે રીતે લગ્ન કરે છે, એજ પ્રમાણે આ રાજવી શૈલીમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
View this post on Instagram
ખરેખર આવા ભવ્ય લગ્ન ભાગ્યે જ કોઈએ કર્યા હશે. આ લગ્નમાં ગુજરાતના તમામ સાધુ-સંતો,મહંતો અને ઉદ્યોગકારો તેમજ રાજકીય નેતાઓએ પણ હાજરી આપી હતી. આ લગ્નમાં ગોંડલની પ્રજાઓએ પોતાની નજરો સમક્ષ નિહાળીને ભવ્યતા અને રાજવી વિરાસતને નિહાળી હતી. આ રિલ્સમાં તમે જોઈ શકો છો કે, ગણેશભાઈના લગ્ન ખૂબ જ જાજરમાન રીતે યોજવામાં આવ્યા હતા.