પ્લેન ક્રેશ થતાં ટારઝનનું પાત્ર ભજવનાર અભિનેતા સહીત તેની પત્નીનું પણ નિધન થયું, સાથે અન્ય 7 લોકોએ જીવ ગુમાવ્યો
જે રીતે કોરોના કહેર વર્તાવ્યો છે તેમજ અનેક આપત્તિઓ થકી ઈશ્વર માનવના દેહ લઈ રહ્યો છે. ખરેખર આપણે સૌ કોઈ જાણીએ છે કે, આ બે વર્ષમાં અનેક સ્વજનો તેમજ આપણા લોકપ્રિય કલાકારોને ગુમાવ્યા છે, ત્યારે આજે એક એવી દુઃખ દ ઘટના સામે આવી છે કે તમે પણ ચોંકી જશો. આપણું સૌનું બાળપણ યાદગાર બનાવનાર ટારઝનને તો આપણે સૌ કોઈ જાણીએ છે જેને આપણે સૌ કોઈ પ્રેમ કરીએ છે. ત્યારે તમને જાણીને દુઃખ થશે કે આ લોકપ્રિય કલાકારનું દુઃખદ નિધન થયું છે અને તેનું નિધન એવી રીતે થયું છે કે તમે ચોકી જશો.
વાત જાણે એમ છે કે, અમેરિકાના વિમાન દુર્ઘટનામાં જો લારા સહિત સાત લોકોનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માતમાં જો લારાની પત્નીનું પણ મોત થયું છે.
જો લારાએ વર્ષ 2018 માં જ ગ્વેન શેમ્બલીન સાથે લગ્ન કર્યા હતા અને આ વિમાન ક્રેશ થતા બંને સાથે જ જીવ ગુમાવ્યો હતો.
સેસના સી 501’ વિમાન શનિવારે રાત્રે 11 વાગ્યે રધરફોર્ડ કાઉન્ટી એરપોર્ટથી ઉડાન બાદ સ્મિ નજીકના પર્સી પ્રિસ્ટ તળાવમાં તૂટી પડ્યું હતું. વિમાન સ્મિમાં રધરફર્ડ કાઉન્ટી એરપોર્ટથી પામ બીચ ઇન્ટરનેશનલ એરપોર્ટ જઈ રહ્યું હતું. ટેનેસી હાઇવે પેટ્રોલ એ સમાચાર સંસ્થાનોને જણાવ્યું હતું કે, પ્રત્યક્ષદર્શીઓએ વિમાનને પાણીમાં પડતું જોયું હતું. રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડ અને એફએએ બંને ઘટના સ્થળે હાજર છે.
ધરફોર્ડ કાઉન્ટીના ફાયર રેસ્ક્યુ કેપ્ટન જોન ઇંગલે એક નિવેદનમાં જણાવ્યું છે કે સ્મિર્તા નજીક પર્સી પ્રિસ્ટ તળાવ પર હજી પણ શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.દરેક એંટવુડના રહેવાસી હતા. પરિવારના લોકોથી પુષ્ટિ કર્યા બાદ નામ જાહેર કર્યા હતા
આ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ છે લારાએ 1989 માં ટેલિવિઝન ફિલ્મ “ટાર્જન ઇન મેનહટ્ટન” માં ટારઝનની ભૂમિકા ભજવી હતી. બાદમાં તેણે ટીવી શ્રેણી “ટાર્ઝન: ધ એપિક એડવેન્ચર્સ” માં પણ અભિનય કર્યો. આ શ્રેણી 1996 -1997 સુધી ચાલી હતી. આમાં લારાના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. લારા ફક્ત 58 વર્ષના હતા હવે આપણે સૌ એજ પ્રાર્થના કરીએ ઈશ્વર તેમની દિવ્ય આત્માને શાંતિ અર્પે.