Gujarat

એક સમય ના સૌથી લોક પ્રિય કલાકાર મણીરાજ બારોટ ની દીકરી પણ આજે ધુમ મચાવે છે

ગુજરાતમાં દરેક લગ્ન પ્રસંગ હોય કે પછી, નવરાત્રી દરેક શુભ પ્રસંગમાં સનેડો સોંગ તો અચૂક વગડાવવામાં આવે છે. આ ગીત જેને ગાયું એવા મણીયાર તરીકે લોકપ્રિય થયેક લોકગાયક કલાકાર મણી રાજ બારોટ ગુજરાતી ઓનું દિલ જીતી લીધું હતું એનું સંગીત જાણે દર્શકોના દિલમાંઘર કરી ગયું હતુ. મણી રાજ બારોટ ખૂબ જ પ્રખ્યાત થયેલા હતા અને તેમને સંગીતની સાથોસાથ ગુજરાતી ફિલ્મોમાં કામ કરેલું છે, મણીરાજ બારોટ ખૂબ જ નાની ઉંમરે જીવ ગુમાવ્યો પડ્યો અને તેમના નિધન થી ગુજરાતને મોટી ખોટ પડી પરતું તેમનું પરિવાર નોંધારું થઈ ગયું.

કહેવાય છે ને કે, લોહીમાં જે કળા હોય તે તેમના સંતાનોમાં આપો આપ આવી જાય મણીરાજ બારોટની દીકરી આજે તેના પિતાનું નામ રોશન કરી રહી છે, તેના જેવો જ દેખાવ અને રુઆબ જોઈને લાગે મણીરાજ બારોટ છે. પોતાની મહેનત થકી આર્થિક તંગી દૂર કરીને રાજલ બારોટ લોકપ્રિય સિંગર બની.ચાલો તેના વિશે વધુ જાણીએ.

રાજલ બારોટનો જન્મ 20 ઓક્ટોબર 1993ના રોજ પાટણથી થોડે દૂર આવેલ બાલવા ગામે થયો હતો. ગુજરાતી સિંગર રાજલ બારોટ યુટ્યુબનું સિલ્વર બટન પણ જીતી ચૂકી છે. બાલવા ગામે થયો હતો. ગુજરાતી સિંગર રાજલ બારોટ યુટ્યુબનું સિલ્વર બટન પણ જીતી ચૂકી છે. 
રાજલ છેલ્લા 10 વર્ષથી ગીતો ગાય છે અને તેની આલ્બમ્સ ના પાંચ મિલિયનથી વધુ વ્યૂહવર્સ પણ નોંધાયા છે.  

પિતાના અવસાન બાદ ઘરની નાજૂક આર્થિક સ્થિતિને જોતાં રાજલે સિંગીંગની શરૂઆત કરી હતી.છેલ્લા 10 વર્ષથી ગાયિકી ક્ષેત્રે ધૂમ મચાવી રહેલી રાજલે 13 વર્ષની ઉંમરે ગીતો ગાવાની શરૂઆત કરી હતી. તે અત્યાર સુધી 100થી વધુ આલ્બમ અને 2 હજારથી વધુ સ્ટેજ પ્રોગ્રામ આપી ચૂકી છે.રાજલને ત્રણ બહેનો છે મેઘલ,હીરલ અને તેજલ નામની ત્રણ બહેનો છે. રાજલ બારોટે 10 ધોરણ સુધીનુ શિક્ષણ મેળવ્યુ છે, રાજલ આ તમામ બહેનોની દેખરરાખી છે, અને પોતાની કારકિર્દી સફળ બનાવી છે, ત્યારે આ ખરેખર સરહાનીય વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!