ભારે કરી ! માવઠાને લઈ ને હવામાન વિભાગે કરી ચોંકાવનારી આગાહી.. હજી આ તારીખે ફરી…
એક તરફ ઉનાળો શરૂ થઈ ગયો હોવા છતાં પણ વાતાવરણમાં સતત બદલાવ આવી રહ્યો છે તેમજ માવઠું પણ જવાનું નામ નથી લેતું. અંબાલાલ પટેલ આગાહી કરી હતી કે માવઠા પછી માવઠું યથાવત રહશે. ત્યારે હાલમાં ફરી એકવાર ભારે કરી ! માવઠાને લઈ ને હવામાન વિભાગે કરી ચોંકાવનારી આગાહી કરી છે. ચાલો વિગતવાર જણાવીએ.
હવામાન વિભાગ ચાલુ અઠવાડિયાના આગામી દિવસો માટે માવઠાની આગાહી કરવામાં આવી છે અને ગરમીનું પ્રમાણ ઘટશે એવી શક્યતા દર્શાવી છે. આગામી 24 કલાકમાં વરસાદની શક્યતાઓ નહીં હોવાનું પણ જણાવ્યું છે. હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ થવાની શક્યતાઓ દર્શાવી છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદ થવાની વધારે સંભાવના નથી. જોકે, વાદળછાયું વાતાવરણ રહી શકે છે. પરંતુ 28થી 31 માર્ચ સુધીમાં હળવા વરસાદ સાથે વીજળીના કડાકા સાથે માવઠાની સંભાવના છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ થઈ રહ્યું છે અને થવાની સંભાવના છે, જેના લીધે સર્ક્યુલેશન બનવાથી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. 29મી તારીખે સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, રાજકોટ, કચ્છ સિવાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.30મી માર્ચે સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, રાજકોટ, કચ્છમાં વરસાદ થઈ શકે છે, આ સિવાય રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં પણ તારીખે વરસાદ થવાની શક્યતાઓ છે.
જ્યારે 31મી તારીખે અમદાવાદ અને ગાંધીનગર સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને સૌરાષ્ટ્ર-કચ્છના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આગામી ત્રણ દિવસ દિવસ દરમિયાન તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જોકે, આ પછી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.