Entertainment

ગુજરાતની ‘કચ્છી કોયલ’ એવા ગીતાબેન રબારીનો આવો લુક તમે ક્યારેય નહીં જોયો હોઈ! ભલભલી હિરોઈનને પાછી પાડે… જુઓ તસ્વીર

ગુજરાતી સિંગરની જ્યારે વાત કરવામાં આવે , ત્યારે સૌથી પહેલા ગીતાબેન રબારીનું નામ યાદ આવી જાય! આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગીતાબેન રબારી કચ્છના નાના એવા ગામમાંથી આવે છે અને આજે તેઓ ગુજરાતમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. આજે દેશ-વિદેશમાં તેમના કાર્યક્રમો યોજાય છે. હાલમાં જ મધ્યપ્રદેશમાં ગીતાબેન રબારીએ ધૂમ મચાવી હતી.

હાલમાં ગીતાબેન રબારીની તસવીરો વાયરલ થઈ છે. આ તસવીરો તેમના ફોટોશૂટની છે, જેમાં તેમણે લીલા રંગનો ખૂબ જ સુંદર લહેંગા ચોલી પહેર્યા છે. ખૂબ જ આકર્ષક સોનાના આભૂષણ પહેર્યા છે. જોતાં જ લાગે કે કોઈ મહારાણી બેઠા હોય. ખરેખર આ તસવીરો પોસ્ટ કરતાંની સાથે જ તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવી છે અને સૌ કોઈ આ તસવીરોમાં વખાણ કરી રહ્યા છે.

ગીતાબેનના જીવન વિશે જણાવશું કે તેઓ સોશિયલ મીડિયામાં ભલે મોર્ડનયુગમાં જોવા મળતા હોય છે પરંતુ તેમની અસલ જીવમમાં ખૂબ જ સાદગી જીવન જીવે છે. ખરેખર તેમનો પહેરવેશ પણ ઘરમાં સામાન્ય હોય છે. સોશિયલ મીડિયાની લાઈફ જે દેખાઈ રહી છે આપણને એ ખરેખર વાસ્તવિકતા હોતી નથી. ત્યારે આજે અમે આપને ગીતા રબારીના અંગત જીવન વિશે પણ એક નજર કરાવીએ.

ગીતાબેન રબારીએ 10 વર્ષની ઉંમરમાં ગુજરાતી લોકગીત ગાવાની શરૂઆત કરી હતી. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતાના હસ્તે ગીતા રબારીને ઇનામ આપેલ. ગીતાબેન રબારીએ કાર્યક્રમમાં ગીત ગાયું હતું અને એટલું મધુર અવાજમાં ગીત સાંભળીને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મંત્રમુગ્ધ બની ગયા હતા. ઇનામ રૂપે 250આપીને ગીતા બેન ને કહ્યું કે તમે સારું ગાવ છો વધારે પ્રેક્ટિસ કરો બસ ત્યારથી ગીતા બેન નું લક્ષ્ય સંગીતકાર બનવાનું થઈ ગયું.

તેમનું જીવન ત્યારે બદલાયું જ્યારે મનું રબારી થકી તેમના બે ગીતો રોણા શેરમા અને એકલો રબારી લોકપ્રિય બન્યા. ગીતા બેનનો જન્મ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના તપ્પર ગામ ખાતે એક સામાન્ય પરિવારમાં ગીતાબેનનો જન્મ થયો હતો.ગીતાબેન ના પિતાનું નામ છે કાનજીભાઈ રબારી અને માતાનું નામ છે વેંજુબેન રબારી.ગીતાબેન ને બે ભાઈ હતા પરંતુ અમે તમને જણાવતા દુઃખ થાય છે કે તેમનું અકાળે મૃત્યુ થયું હતું.ગીતાબેન રબારીની અગાઉ ની પરિસ્થિતિની વાત કરીયે તો ખુબ જ ખરાબ હતી. આજે પણ એ પોતાની પરિસ્થિતિને ભુલ્યા નથી અને આટલો વૈભવ હોવા છતાંય પણ સાદગીપૂર્ણ જીવન જીવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!