અમદાવાદઃજેમ તેમ બધાં ની સામે atm મશીને પૈસા કાઢતા પેહલા ચેતી જજો! ઇસ્મે વૃદ્ધનું તમામ બેલેન્સ ખાલી કરી નાખ્યું… જાણો પુરી વાત
આપણે જાણીએ છે કે છેતરપિંડીના અનેક બનાવો બને છે. ત્યારે ખાસ કરીને હાલમાં જ એક એવો કિસ્સો બન્યો છે જે સિનિયર સિટીઝન માટે ચેતવણીરૂપ છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે.
મૂળ બનાસકાંઠાના અને છેલ્લા 25 વર્ષથી બોર્ડરવિંગમાં ફરજ બજાવતા પ્રભુભાઇ પંડ્યાએ પૈસાની જરૂર હોવાથી તેઓ એસબીઆઇ બેંકનું એટીએમ કાર્ડ લઇને સવારે સવા દશેક વાગ્યાની આસપાસ લાલ દરવાજા એટીએમમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓ પૈસા ઉપાડવાની પ્રક્રિયા કરી રહ્યા હતાં ત્યારે એક અજાણ્યો ઇસમ તેમની પાસે આવીને ઉભો રહ્યો હતો.
પૈસા ન નીકળતા હોવાથી આરોપીએ કહ્યું કે તમે ખોટી પ્રક્રિયા કરો છો આ રીતે પૈસા ના ઉપડે. તેમ કહેતા એટીએમ મશીનમાંથી કાર્ડ નીકાળીને પાસે આવેલ બેન્કમાં જઇને હાજર કર્મચારીને ફરિયાદીએ એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપડતા ના હોવાની ફરિયાદ કરી હતી. તેઓ કોમ્પ્યુટરમાં તપાસ કરતાં ત્યારે ફરિયાદી પર બેન્કમાંથી ફોન આવેલ અને કહ્યું હતું કે તમારા એટીએમમાંથી પૈસા ઉપાડેલ હોવાથી તમારુ કાર્ડ બ્લોક કરવામાં આવે છે.
ફરિયાદીએ કાર્ડ કેવી રીતે બ્લોક થયું તે અંગે પૂછપરછ કરતાં બેંકના કર્મચારીએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેમની પાસે રહેલ કાર્ડ પોતાનું નહીં કોઇ બીજી વ્યક્તિનું છે. અને તેમના ખાતામાંથી એટીએમ કાર્ડની મદદથી જુદી-જુદી જગ્યાએથી રૂપિયા 55 હજાર ઉપાડી લીધા છે. જે અંગે ફરિયાદીએ પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.