Gujarat

ભાવનગર : કુદરત આ તારી કેવી આફત !! બોરતળાવ ફરવા ગયેલા યુવક પર વીજળી પડતા યુવકનું કરુણ મૃત્યુ…ૐ શાંતિ

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો કમોસમી વરસાદે આખા ગુજરાતની અંદર જોર પકડ્યું છે, રાજ્યના અમદાવાદ, સુરેન્દ્રનગર તથા ભાવનગર જેવા તમામ શહેરોમાં કમોસમી વરસાદે મારો રાખ્યો છે. કમોસમી વરસાદને લઈને જગતના તાત પર મોટી આફત આવી ગઈ હોઈ તેવી પ્રિતસ્થિતિ ઉદભવી છે. આવો વરસાદ ખેડૂતોને તો નુકશાન કરતો જ હોય છે પણ સાથો સાથ કોઈનો કાળ પણ બની જતો હોય છે.

તમને ખબર જ હશે કે હાલ વીજળી પડવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે જાણ્યા બાદ આપણને પણ આંચકો જ લાગી જતો હોય છે, હાલ આખા ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે જેમાંથી અનેક જગ્યાએ તો વીજળી પડવાની ઘટના સામે આવી રહી છે. આવી ભયાનક વીજળી વૃક્ષ પર પડે તો વાંધો નહિ પરંતુ કોઈ વ્યક્તિ પર પડે તો તેના જીવનનો અંત આવી જતો જ હોય છે.

એવામાં ભાવનગર શહેરમાંથી વીજળી પડવાની ઘટના સામે આવી છે જેના વિષે જાણ્યા બાદ તમને પણ આંચકો જ લાગી જશે. તમને જણાવી દઈએ કે શહેરના પ્રખ્યાત ફરવાલાયક સ્થળ એવા બોરતળાવ પર યુવક ફરવા માટે ગયો હતો પણ તેને શું ખબર હતી કે આ તેનો અંતિમ દિવસ હશે. બોરતળાવ પર ફરી રહેલા યુવક પર અચાનક જ વીજળી પડતા તે ગંભીર થયો હતો, જે બાદ તેને શહેરની સરટિ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

જ્યા ફરજ બજાવી રહેલા તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો, જે બાદ મૃતક યુવકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે યુવકનું નામ આકાશભાઈ જતીનભાઈ મકવાણા(ઉ.વ.25) હતું.પોતાની યુવાન વયની ઉંમરમાં જ યુવક મૃત્યુને ભેટી જતા ભલા ભલાનું હદય ગદગદી ઉઠ્યું હતું. ભગવાન આકાશભાઈના આત્માને શાંતિ આપે.ૐ શાંતિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!