IndiaReligious

સોશિયલ મીડિયા પરનો આજનો બેસ્ટ વિડીયો ! વરસાદ અને બરફ વચ્ચે પણ ભક્તોએ ભગવાન મહાદેવના દર્શન કર્યા,વિડીયો જોઈ તમે પણ ભક્તિમાં લીન…

હાલ ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદ પડી રહ્યો છે તો બીજી બાજુ લોકો ઉનાળુ વેકેશન માણવા માટે ઉત્તર ભારત તરફ નીકળી પડ્યા છે. વર્તમાન સમયમાં અનેક લોકો હરિદ્વાર, કેદારનાથ જેવી યાત્રાએ નીકળી પડયા છે, એવામાં અનેક એવા લોકો હશે જે કોઈને કોઈ કારણોસર કેદારનાથ જેવા મહા પવિત્ર ધામો પર જઈ શકતા હોતા નથી. તો એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તમને સાક્ષાત કેદારનાથના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ.

12 જ્યોતિલિંગ માંથી એક મહત્વનું જ્યોતિલિંગ ગણવામાં આવતું કેદારનાથ ઉત્તરાખંડમાં આવેલ છે તે અંગે તો આપ સૌ કોઈ જાણતા જ હશો.એવામાં મંગળવારના રોજ ભગવાન કેદારનાથના દ્વારા ભક્તોના દર્શન માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા જે બાદ ભક્તોની ભારે ભીડ ભગવાનના દર્શને પોહચી હતી અને ભગવાનના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી લેતા હોય છે. કેદારનાથ મંદિરના મુખ્ય પૂજારી જગદ્ગુરુ રાવલ ભીમ શંકર લિંગ શિવાચાર્યએ મંદિરના દરવાજા ખોલ્યા હતા.

કેદારનાથ મહાદેવના આ ભક્તિધામ સુધી પોંહચવા માટે અનેક એવી જરૂરી ગતિવિધિ માંથી પસાર થવાનું રહેતું હોય છે,ધામની યાત્રા કર્યા પેહલા સ્વાસ્થ્ય તેમજ જરૂરી અનેક ખાસ બાબતોનો ખ્યાલ રાખવાનો રહી જાય છે. હાલ ફેસબુકના માધ્યમથી કેદારનાથ મંદિરનો એક વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તમે ભગવાન કેદારનાથના પણ દર્શન કરી શકો છો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ ખુબ જ અદભુત દ્રશ્યો છે સૌ કોઈ ભગવાન કેદારનાથની ભક્તિમાં લિન થયા હતા. વિડીયોમાં જોઈ શકાય છે કે મંદિરમાં ભારે બરફ પડી રહ્યો છે પરંતુ તેની અસર ભક્તો પર થોડી પણ નથી થઇ રહી, શ્રદ્ધાળુઓ છત્રી લઈને ઉભેલા જોવા મળી રહયા છે, ખરેખર આવા દ્રશ્યો દરેક વ્યક્તિના મનમાં ભક્તિનો અનોખો મોહ જગાડી દે તેવો વિડીયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!