રોહિણી નક્ષત્રમાં ચોથા ચરણમાં વરસાદ પડવાની શક્યતા : અંબાલાલ પટેલ
ગુજરાત મા ચોમાસા ની તૈયારી ઓ શરુ થય ગઈ છે અનેક જીલ્લા ઓ મા હવિમાન ખાતા ની આગાહી અનુસાર તારીખ 3 જુન ના રોજ વરસાદ પડ્યો હતો આ ઉપરાંત હવામાન ખાતા ની આગાહી પર નજર નાખીએ તો 15 જુન થી 20 જુન વચ્ચે ગુજરાત ચોમાસાનું આગમન થશે.
આ ઉપરાંત અંબાલાલ પટેલે પણ એક મહત્વ ની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે વરસાદ રોહિણી નક્ષત્રમાં ચોથા ચરણમાં પડી શકે છે તેવું અનુમાન તેમને લગાવ્યું હતું. આ ઉપરાંત નક્ષત્રોના આધારે વરસાદ પડે છે પરંતુ તેની સાથે સાથે વાતાવરણ પણ પલટાય છે તેના મહત્વને લઈને પણ તેમને જણાવ્યું હતું.
પ્રાચીન વર્ષા વિજ્ઞાન રોહિણી નક્ષત્રનું ઘણું મહત્વ રહેલું છે જો રોહીણી નક્ષત્રમાં છાંટા થાય તો મારવાડી ભાષામાં રૂપિયેઘેલી જ્યારે કેટલાક ખેડૂતોનું માનવું એ પણ છે કે રોહિણી નક્ષત્રમાં છાંટા થાય છે તો વરસાદ બરાબર ગણાય નહીં. રોહિણી નક્ષત્રના ચાર પાયા એટલે કે ચાર ભાગ ગણાય છે. પહેલા ભાગમાં જો વરસાદ થાય તો 72 દિવસનું વાયરીયું કાઢે છે, બીજા ભાગમાં જો વરસાદ થાય તો તેના કરતા ઓછા દિવસ વાયરિયું રહે છે ત્રીજા ચરણમાં એનાથી ઓછો સમય રહે છે જ્યારે ચોથા ચરણમાં વરસાદ થાય તો વરસાદ નિયમિત આવે છે આ વર્ષે રોહિણી નક્ષત્ર ચોથા ચરણમાં વરસાદની શક્યતા રહેલી છે. 4 જૂન સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર ઉપરાંત દરિયા કિનારાઓના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે.