ગુજરાત ના લોકપ્રિય યુટયુબર ખજુરભાઈ એ સૌરાષ્ટ્ર ના અનેક પરીવારો ને મદદ કરી
ગુજરાત ના જાણીતા યુટયુબર ખજુરબાઈ એટલે કે નીતિનભાઈ જાની હાલ સૌરાષ્ટ્ર ના અનેક ગામડા મા ગરીબ પરીવારો ની મદદ કરતા જોવા મળી રહ્યા છે.
તાઉ તે વાવાઝોડા થી સમગ્ર ગુજરાત મા અનેક જગ્યા એ ભારે નુકશાન થયુ હતુ અને ખાસ કરી ને સૌરાષ્ટ્ર ના ગામડા ઓ મા ભારે નુકશાન થયુ ત્યારે અનેક સંસ્થા ઓ અને લોકો મદદે પહોંચ્યા હતા અને નીતિનભાઈ જાની અને તેની સમગ્ર ટીમ પણ મદદ કરવા પહોંચ્યા હતા. અને સૌરાષ્ટ્ર ના અનેક ગામો મા અનાજ ની કીટ તો ક્યાય ગરીબ પરીવાર ને નળીયા પણ નાખી આપ્યા હતા તો ગાયો માટે ઘાસચારા ની પણ વ્યવસ્થા કરી હતી.
આ ઉપરાંત સાસંણ ના જગંલ વિસ્તાર આલાવાણીનેશમાં જઈ માલધારીના ઢોર માટે માંડવીના ભુંકાનો ટ્રક અને રાશન કીટ આપી. તે પછી ખજુરભાઈની ટીમ વિસાવદરની લાલપરનેશ પર રહેતા ભોળાભાઈ રામશીભાઈ વાળાએ અગાઉ માગણી કરેલ કે, અમારા પશુને ખવડાવવા ઘાસ નથી અને વિજળી નથી તે માંગ પુરી કરવા ખજુરભાઈએ સોલારનું ફીટીંગ અને અને ઘાસ આપ્યું ખજુરભાઈની ટીમએ જ્યારે ભોળાભાઈના ઘરે સોલાર ફીટ કર્યું ત્યારે લેમ્પનો પ્રકાશ જોઈને આ આ પરિવારના પ્રત્યેક લોકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને પરિવારના મોભી એવા ભોળાભાઈ વાળાએ જણાવ્યું કે, ખજુરભાઈ થકી અમારા ઘરમાં રોશની આવી. નીતિનભાઈ હાલ જે સેવા કરી રહ્યા છે તે ખરેખર ધન્યવાદ ને પાત્ર છે