શુ તમે પણ AC સાથે પંખા ચાલું કરો છો ?? તો આ વાત જાણી લેજો તેના ફાયદો કે નુકસાન??
હાલમાં ઉનાળાની ઋતુમાં સૌ કોઈ કાળઝાળ ગરમીથી બચવા માટે એસીની ઠંડકનો સહારો લે છે પરંતુ સૌથી ખાસ વાત એ છે કે શુ તમે પણ AC સાથે પંખા ચાલું કરો છો ? ચાલો અમે આપને જણાવીએ કે એસી સાથે પંખો શરૂ કરવાથી ફાયદો થાય છે કે નુકસાન. ગરમીથી બચવા માટે એસી જ એક માત્ર સહારો છે પરંતુ દરેક લોકોને એસી પરવડે નહિ કારણ કે તે હોય પણ કિંમતી અને બિલ પણ ખૂબ જ આવે છે.
વીજળીનું બિલ ખૂબ ઓછું આવે તે માટે અનેક નુસખા ટ્રાય કરવામાં આવર છે. ઘણા લોકો માને છે કે AC પછી પણ તમારા ઘરમાં લગાવેલા પંખાનો પણ ઠંડક વધારવા અને વીજળીના બિલને નિયંત્રિત કરે છે. ખરેખર આ વાત 100 % સાચી પણ છે કારણ કે પંખો શરૂ કરવાથી તમારું એસી વધુ ઠંડક આપી શકે.
એક ખાસ વાત એ છે કે પંખો શરૂ કરવાથી ACનું તાપમાન વધારીને પણ આખા રૂમને ઠંડુ રાખી શકો છો. એક વાતનું ધ્યાન રાખવું કે પંખો ફુલ સ્પીડથી નહીં પરંતુ ધીમેથી ચાલવો જોઈએ. આનો ફાયદો એ છે કે ACની ઠંડક આખા રૂમમાં ફેલાઈ જાય છે અને દરેક જગ્યાએ બેઠેલા લોકોને ઠંડકનો અનુભવ થાય છે.
પંખો ચલાવવાનો ફાયદો એ છે કે દરેક જગ્યાએ ઠંડક પહોંચી જાય છે. તમારા ACનું તાપમાન ઓછું રાખવું પડે છે, જેના કારણે તમારા ACના કોમ્પ્રેસર પર ભાર નથી આવતો અને વીજળીનું બિલ ઘણું ઓછું આવે છે અને વધુ ઠંડકનો આનંદ માણી શકો છો. ઉપરાંત, ટાઈમર સેટ કર્યા પછી અને થોડો સમય AC ચલાવ્યા પછી, તમે આખી રાત પંખા સાથે કામ કરી શકો છો.
જો તમારો રૂમ નાનો છે તો તમારે પંખો ચલાવવાની જરૂર નથી. આ સિવાય જો તમારો રૂમ એવી જગ્યાએ છે જ્યાં નજીકમાં રસ્તો હોય અને ત્યાં ધૂળ હોય તો તમારે પંખો ન ચલાવવો જોઈએ. જેના કારણે તમારા AC ફિલ્ટર પર ધૂળ જમા થતી રહે છે અને તમારે ફિલ્ટર પણ બદલવું પડે છે. આ ઉપરાંત, તમારે તેને વારંવાર સાફ કરવું પડશે.